વડોદરામાં વુડા સર્કલ ખાતે કારચાલકે ઇલેક્ટ્રિક સિટી બસ રોકી ચાલકને ધમકી આપી કાચ પર મુક્કા માર્યા

જાહેર માર્ગ પર વાહનચાલકની મનમાનીથી મુસાફરો અને અન્ય વાહનચાલકો અટવાયા

MailVadodara.com - VUDA-Circle-a-car-driver-stopped-an-electric-city-bus-threatened-the-bus-driver-and-punched-the-bus-window

- બસનો દરવાજો ખોલવા દબાણ કરી ચાલકને જવા નહીં દેવાની ધમકી આપી, સમગ્ર દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

વડોદરામાં વુડા સર્કલ ખાતે રસ્તાની વચ્ચોવચ કાર ઊભી રાખીને ચાલકે કોર્પોરેશનની ઇલેક્ટ્રિક સિટી બસનો રસ્તો રોકતાં ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. કારચાલકે બસના ચાલક સાથે દાદાગીરી કરી બસના દરવાજાના કાચ પર મુક્કા મારતાં વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો હતો. 

વડોદરામાં વુડા સર્કલ પર કારચાલકે ઇલેક્ટ્રિક સિટી બસનો રસ્તો રોકી દરવાજા પર મુક્કા માર્યા

કારચાલકે પોતાની કાર ઇલેક્ટ્રિક સિટી બસની આગળ ઊભી રાખી દીધી હતી. ત્યારબાદ બસનો દરવાજો ખોલવા માટે દબાણ કરતાં 'બસનો દરવાજો ખોલ, આજે તને અહીંથી જવા નહીં દઉં' તેવી ધમકી આપી હતી. એટલું જ નહીં, કારચાલકે બસના દરવાજાના કાચ પર મુક્કા મારી દાદાગીરી કરી હતી.

આ સમગ્ર ઘટનાને નજીકમાં ઊભેલા એક જાગૃત નાગરિકે પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધી હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કારચાલકની દાદાગીરી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જાહેર માર્ગ પર કાર ઊભી રાખીને બસનો રસ્તો રોકવાની ઘટનાને પગલે ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર સલામતી સામે પણ સવાલો ઊભા થયા છે. જોકે, સમગ્ર મામલે તપાસ બાદ જ ઘટનાની ચોક્કસ હકીકત બહાર આવશે.

વુડા સર્કલ ખાતે રસ્તાની વચ્ચોવચ કાર ઊભી રાખીને ચાલકે કોર્પોરેશનની ઇલેક્ટ્રિક સિટી બસનો રસ્તો રોકતાં ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. કારચાલકે બસના ચાલક સાથે દાદાગીરી કરી બસના દરવાજાના કાચ પર મુક્કા મારતાં વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો હતો.

કારચાલકે પોતાની કાર ઇલેક્ટ્રિક સિટી બસની આગળ ઊભી રાખી દીધી હતી. ત્યારબાદ બસનો દરવાજો ખોલવા માટે દબાણ કરતાં 'બસનો દરવાજો ખોલ, આજે તને અહીંથી જવા નહીં દઉં' તેવી ધમકી આપી હતી. એટલું જ નહીં, કારચાલકે બસના દરવાજાના કાચ પર મુક્કા મારી દાદાગીરી કરી હતી.

આ સમગ્ર ઘટનાને નજીકમાં ઊભેલા એક જાગૃત નાગરિકે પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધી હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કારચાલકની દાદાગીરી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જાહેર માર્ગ પર કાર ઊભી રાખીને બસનો રસ્તો રોકવાની ઘટનાને પગલે ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર સલામતી સામે પણ સવાલો ઊભા થયા છે. જોકે, સમગ્ર મામલે તપાસ બાદ જ ઘટનાની ચોક્કસ હકીકત બહાર આવશે.

Share :

Leave a Comments