ગાજરાવાડી દારૂ કેસમાં 6.42 લાખના મુદ્દામાલ સાથે સંકળાયેલો નાસતો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

૧૫ ગુનાઓ નોંધાયેલા આરોપી સામે અગાઉ પાસા અને તડીપારની કાર્યવાહી

MailVadodara.com - Police-have-apprehended-an-absconding-accused-linked-to-the-Gajrawadi-liquor-case-involving-seized-goods-worth-6-42-lakh

- ૨૯ સપ્ટેમ્બરે ગોમતીપુરા-ગોપાલપુરામાં દરોડા દરમિયાન દારૂનો જથ્થો મળ્યો હતો, ડભોઈ રોડ મહાનગર પાસેથી મયુર ઉર્ફે વિક્કી કનોજીયાની અટકાયત કરવામાં આવી

ગાજરાવાડી વિસ્તારમાંથી પકડાયેલા ૫.૦૧ લાખના દારૂના કેસમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના ગાજરાવાડી ગોમતીપુરા-ગોપાલપુરા ખાતે પોલીસે દરોડો પાડયો હતો.પોલસી દ્વારા રૂા.૫.૦૧ લાખનો દારૂ અને બીયરનો જથ્થો,વાહન, રોકડ, મોબાઈલ અને સ્કેનર મળી કુલ રૂા.૬,૪૨,૭૮૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રેડ સમયે સ્થળ પરથી પકડાયેલા બે આરોપીઓએ દારૂનો સપ્લાયર વિક્કી કનોજીયાએ હોવાની કબૂલાત કરી હતી, જેથી તે દિવસથી જ આરોપી નાસતો ફરતો હતો.ડીસીબી પોલીસે આરોપી ડભોઈ રોડ મહાનગર પાસેથી ગાજરાવાડી ઝૂંપડપટ્ટી ખાતે રહેતા મયુર ઉર્ફે વિક્કી દીપકભાઈ કનોજીયા ની અટકાયત કરી છે.આરોપી સામે હત્યાની કોશિશ, રાયોટિંગ, મારામારી, દારૂની હેરાફેરી અને હુકમભંગ જેવા કુલ ૧૫ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ તેની આ ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે તેની સામે પાસા અને તડીપારની પણ કાર્યવાહી કરવામાં આવી છે.

Share :

Leave a Comments