પાદરામાં LCBએ વિદેશી દારૂની 464 બોટલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા, 22 લાખનો મુદ્દામાલ જપ્ત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે મારફતે દારૂની હેરાફેરીનો પ્રયાસ

MailVadodara.com - LCB-nabs-two-accused-in-Padra-with-464-bottles-of-foreign-liquor-goods-worth-22-lakh-seized

- સ્કોર્પિયો કાર અને ત્રણ મોબાઈલ ફોન કબજે કરાયા, દારૂ ક્યાંથી લવાયો અને કોને પહોંચાડવાનો હતો તેની તપાસ શરૂ

વડોદરા જિલ્લાના પાદરામાં LCB પોલીસે વિદેશી દારૂની 464 બોટલ સાથે બે આરોપીઓને પકડ્યા છે. પોલીસે અંદાજે 22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

માહિતી મુજબ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે મારફતે પાદરામાં દારૂ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. બાતમીના આધારે LCBએ કાર્યવાહી કરીને આ પ્રયાસ અટકાવ્યો હતો. પોલીસે અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 464 બોટલ જપ્ત કરી છે. તેની કિંમત 6 લાખ 44 હજાર રૂપિયાથી વધુ છે. દારૂની હેરાફેરીમાં વપરાયેલી સ્કોર્પિયો કાર અને ત્રણ મોબાઈલ ફોન પણ પોલીસે કબજે કર્યા છે. પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો, તેની તપાસ ચાલી રહી છે.

Share :

Leave a Comments