વડોદરા જિલ્લાના 300 તલાટીએ આજથી મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કર્યો, ગ્રામ્ય સેવાઓ પ્રભાવિત

વડોદરામાં આજથી તલાટીઓની મહેસૂલી કામગીરી બંધ, ગ્રામજનોને પડશે હાલાકી

MailVadodara.com - 300-Talatis-in-Vadodara-district-have-boycotted-revenue-related-work-starting-today

- 540 ગ્રામ પંચાયતોમાં 52 પ્રકારની કામગીરી બંધ, સરકાર સામે માગણીઓ પૂર્ણ કરવાની માંગ

રાજ્યના તલાટી મંડળે આપેલા એલાનને પગલે વડોદરા જિલ્લાના તલાટીઓએ આજથી મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરતાં ગ્રામ્ય પ્રજાને હેરાન થવાનો વખત આવ્યો છે.

તલાટીઓ દ્વારા ગ્રામ્ય કક્ષાએ પંચાયત અને ગ્રામ વિકાસના કામો કરવામાં આવતા હોય છે.પરંતુ તેમનો જોબ ચાર્ટ નક્કી નહિ કરાયો હોવાથી તેમને મહેસૂલી કામગીરી ઉપરાંત વિવિધ કામગીરીઓ સોંપવામાં આવતી હોય છે.

રાજ્ય તલાટી મંડળના વડોદરા જિલ્લાના પ્રતિનિધિ ભાવેક્ષાબેન પ્રજાપતિએ કહ્યું છે કે, તલાટી મંડળ દ્વારા અત્યારસુધી મહેસૂલી કામગીરી કરવામાં આવતી હતી.પરંતુ હવે સરકારે મહેસૂલી તલાટીઓની ત્રણ તબક્કામાં ભરતી કરી છે.જેથી હવે આ કામગીરીનું ભારણ વેઠી શકાય તેમ નથી. રાજ્યના તલાટી મંડળ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં સરકારે માગણીઓ નહિ સંતોષતાં આખરે મહેસૂલી સહિતની કેટલીક અતિરિક્ત કામગીરીનો આજથી બહિષ્કાર કરવામાં આવ્યો છે.વડોદરા જિલ્લાની ૫૪૦ ગ્રામ પંચાયતોમાં ૩૦૦ જેટલા તલાટીઓએ વિવિધ પ્રકારની બાવન જેટલી કામગીરી બંધ કરતાં ગ્રામ્ય પ્રજાને હાલાકી પડશે.

તલાટી મંડળે આપેલા મહેસૂલી કામગીરીના બહિષ્કારના એલાનને પગલે તલાટીઓ દ્વારા જુદીજુદી બાવન પ્રકારની કામગીરી બંધ કરવામાં આવી છે.જે પૈકીની કેટલીક મહત્વની કામગીરી નીચે મુજબ છે.

Share :

Leave a Comments