રાત્રિ બજાર, છાણી ફૂડ કોર્ટ અને અકોટા સ્ટેડિયમ વિસ્તારમાંથી 14.5 કિલો અખાદ્ય જથ્થો નષ્ટ કરાયો

ખોરાક શાખાની ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરાઈ

MailVadodara.com - 14-5-kg-of-unfit-for-consumption-food-was-destroyed-from-the-Night-Market-Chhani-Food-Court-and-Akota-Stadium-areas

- મરચા પાવડર, ગરમ મસાલો, તેલ, પનીર, જ્યૂસ, ટોમેટો સોસ, ચટણી, પ્રિપેર્ડ ફૂડ મળી કુલ 79 ખાદ્યપદાર્થોના નમૂનાઓનું ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ મારફતે સ્થળ પર ચેકિંગ કરાયું

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી. શહેરના રાત્રિ બજાર, છાણી ફૂડ કોર્ટ અને અકોટા સ્ટેડિયમ ખાતે કુલ ૪૫ યુનિટ ખાતે ચેકિંગ કરાયું હતું.

આ દરમિયાન મરચા પાવડર, ગરમ મસાલો, તેલ, પનીર, જ્યૂસ, ટોમેટો સોસ, ચટણી, પ્રિપેર્ડ ફૂડ મળી કુલ ૭૯ ખાદ્યપદાર્થોના નમૂનાઓનું ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ મારફતે સ્થળ પર ચેકિંગ કરાયું હતું, જે પૈકી ૧૦ નમૂના શંકાસ્પદ જણાતા ૧૪.૫ કિલો અખાદ્ય પદાર્થોનો સ્થળ પર નાશ કરાયો છે.

અકોટા સ્ટેડિયમ પાસે આવેલ 'ઓમ સિંગ એન્ડ ફરસાણ'માં રોસ્ટેડ વટાણા કલરવાળા જણાઈ આવતા ૪ કિલો રોસ્ટેડ વટાણાના જથ્થાનો નાશ કરાયો છે. રાત્રિ બજારની 'માં પંજાબી' ખાતે બે કિલો શાકની ગ્રેવી, 'રાજસ્થાન કુલ્ફી હાઉસ'માં પાઈનેપલ જ્યૂસ, માવા રબડી, માવા કુલ્ફીનો ,'બોમ્બે મોમોઝ'માં મોમોઝનો જથ્થો વાસી હોવાથી સ્થળ પર જ  જથ્થાનો નાશ કરાયો છે. છાણી ફૂડ કોર્ટ ખાતેની 'શેરે પંજાબ'માંથી બાફેલી નૂડલ્સનો જથ્થો તથા 'ઢોસા સેન્ટર'માંથી કોપરાની ચટણી વાસી મળી આવતા જથ્થાનો સ્થળ પર નાશ કરાયો છે.

Share :

Leave a Comments