બોરીવલીથી ઉજ્જૈન જતી મહિલાના બે પર્સમાંથી રૂપિયા 1.72 લાખના દાગીના સહિત મતા ચોરાઇ

મુંબઈના બોરીવલી વિસ્તારમાં રહેતી 43 વર્ષીય મહિલા ઊંઘતી રહી'ને ગઠિયા ચોરી કરી ફરાર થયા

MailVadodara.com - Valuables-worth-1-72-lakh-including-jewelry-were-stolen-from-the-two-purses-of-a-woman-traveling-from-Borivali-to-Ujjain

- સામાનમાં 3 હીરાજડિત સોનાની વીંટી, એક સોનાની વીંટી, બે પેન્ડન્ટ સાથેની સોનાની ચેઇન, બે નકલી ચેઇન, બે નકલી બ્રેસલેટ, એક નકલી વીંટી તથા રૂ. 4 હજારની કિંમતની કાંડા ઘડિયાળ ચોરાઇ

મુંબઈના બોરીવલી વિસ્તારમાં રહેતી 43 વર્ષીય મહિલા ટ્રેન મારફતે ઉજ્જૈન જતી હતી, ત્યારે છાયાપુરી રેલવે સ્ટેશન પસાર થયા બાદ દોડતી ટ્રેનમાં ઊંઘમાંથી જાગતા તેમના હેન્ડબેગમાં રાખેલા બે પર્સ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. સોનાના દાગીના, હીરાજડિત વીંટીઓ, ચેઇન અને ઘડિયાળ સહિત રૂ. 1.72 લાખનો મુદ્દામાલ ચોરાઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બોરીવલી પશ્ચિમ સ્થિત રાધેશ્યામ એપાર્ટમેન્ટમાં રહેતી સુનિતા રોહિત સેઠિયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ટ્રેન નંબર 09079 ઈન્દોર સ્પેશિયલ એક્સપ્રેસના B-13 કોચની સીટ નંબર 23 પર બોરીવલીથી ઉજ્જૈન જઈ રહ્યા હતા. સવારે અંદાજે 7 વાગ્યે ટ્રેન છાયાપુરી રેલવે સ્ટેશન પસાર કર્યા બાદ ઊંઘમાંથી જાગતા તેમના મોટા હેન્ડબેગમાં રાખેલા બે પર્સ ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

મહિલાએ ટ્રેનમાં હાજર TTEને ઘટનાની જાણ કરતાં તેમણે મુસાફરી પૂર્ણ થયા બાદ નજીકના GRP પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી. ત્યારબાદ મહિલાએ ઉજ્જૈન રેલવે સ્ટેશન પહોંચીને GRP પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ચોરાયેલા સામાનમાં ત્રણ હીરાજડિત સોનાની વીંટીઓ, એક સોનાની વીંટી, બે પેન્ડન્ટ સાથેની સોનાની ચેઇન, બે નકલી ચેઇન, બે નકલી બ્રેસલેટ, એક નકલી વીંટી તથા રૂ. 4 હજારની કિંમતની કાંડા ઘડિયાળ સહીત રૂ. 1.72 લાખ મતા ચોરી કરીને ગઠિયો ફરાર થઇ ગયો હતો.

Share :

Leave a Comments