- વડોદરા કોર્પોરેશને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરના 9 સ્થળોએ પાણીના જળસ્તર પર નજર રાખવા વોટર લેવલ સેન્સર લગાવ્યા છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરના 9 સ્થળોએ પાણીના જળસ્તર પર નજર રાખવા વોટર લેવલ સેન્સર લગાવ્યા છે. જોકે ચોમાસાની શરૂઆતમાં મુજમહુડા બ્રિજ, વડસર બ્રિજ, પ્રતાપ સરોવરના સેન્સર બંધ હોવાનું સામે આવ્યું હતું. બે સ્થળે કેબલ કપાઈ જતાં અને એક સ્થળે મેન્ટેનન્સના કારણે સિસ્ટમ બંધ હતી, જેના કારણે ઓનલાઈન માહિતી ઉપલબ્ધ ન હતી.
આ અંગે બેદરકારી છતી થતા મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક સમારકામ હાથ ધરી બંધ પડેલા તમામ વોટર લેવલ સેન્સર ફરી કાર્યરત કરાયા છે. હવે ફરીથી જળસ્તરની રિયલ ટાઈમ માહિતી કંટ્રોલ રૂમ અને અધિકારીઓને ઉપલબ્ધ થઈ રહી છે.


