હરણી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ઝોન-4ના એલસીબીનો દરોડો, 7 મહિલા, 2 પુરુષની ધરપકડ

સ્વાદ ક્વાર્ટર્સમાં મહિલાના મકાનમાંથી જુગાર રમતા નવ લોકો ઝડપાયા

MailVadodara.com - Zone-4-LCB-raids-a-gambling-den-in-the-Harni-area-7-women-and-2-men-arrested

- રોકડ અને આઠ મોબાઇલ સહિત રૂ.1.23 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

શહેરના હરણી વિસ્તારમાં સ્વાદ ક્વાટર્સમાં મહિલા દ્વારા ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી સાત મહિલાઓ અને બે પુરુષોને ઝડપી પાડયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ સ્વાદ ક્વાર્ટર્સમાં રહેતી વિણા ઉર્ફે મીના હિતેશ પંચાલ પોતાના ઘરમાં જુગારધામ ચલાવે છે તેવી માહિતીના આધારે ઝોન-૪ના એલસીબી સ્ટાફે ગઇરાત્રે દરોડો પાડીને મહિલાઓ તેમજ પુરુષો સહિત કુલ ૯ને ઝડપી પાડી રોકડ, ૮ મોબાઇલ સહિત કુલ રૃા.૧.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલી મહિલાઓમાં વિણા ઉર્ફે મીના ઉપરાંત હિના પ્રકાશ કિશોરાણી, ભગવતી હસમુખભાઇ પરમાર, મોના કિશન ગોસ્વામી, દિપીકા વિપુલભાઇ પરમાર, સોનલ મનોજભાઇ શર્મા અને મનિષા અનિલભાઇ નાનકાણી તેમજ પુરુષોમાં અજય ચંદુભાઇ પરમાર અને બલદેવ ગોવિદભાઇ જાદવનો સમાવેશ થાય છે.

Share :

Leave a Comments