તરસાલી અને દંતેશ્વરમાં બંધ મકાનોના તાળાં તોડી ચોરોએ બે સ્થળેથી રૂ.8.91 લાખની મત્તા ચોરી

બંધ મકાનોને નિશાન બનાવી તસ્કરોએ સોના-રોકડની મત્તા ચોરી

MailVadodara.com - Thieves-broke-the-locks-of-closed-houses-in-Tarsali-and-Danteshwar-stealing-property-worth-Rs-8-91-lakh-from-the-two-locations

- શરદનગર સોસાયટીમાં વેપારીના ઘરેથી રૂ.8.46 લાખના દાગીના-રોકડ ગાયબ

- બજરંગનગરમાં બે મકાનોને નિશાન બનાવી વધુ રૂ.45,285ની ચોરી થઈ

વડોદરાના તરસાલીમાં શરદનગર સોસાયટી (સાંઈબાબા મંદિરની પાછળ) માં રહેતા અને વાઘોડિયા ખાતે ટાયર રિસાયકલિંગની કંપની ધરાવતા અર્પિત રમેશચંદ્ર સોની (ઉં.વ. 36) પોતાના પરિવાર સાથે 30 ઓક્ટોબરના રોજ સવારે ઘર બંધ કરીને મુંબઈ એક પ્રસંગમાં ગયા હતા.

આ દરમિયાન 1 નવેમ્બરના રોજ સવારે પાડોશી શ્યામભાઈએ અર્પિતભાઈને ફોન કરીને ઘરના મુખ્ય દરવાજાનું તાળું અને નકુચો તૂટેલો હોવાની જાણ કરી હતી. અર્પિતભાઈ પરિવાર સાથે મુંબઈથી પરત ફર્યા બાદ ઘરમાં તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, અજાણ્યા ચોરે 13 ગ્રામ સોનાના દાગીના (કિંમત આશરે રૂ.1.94 લાખ) અને વેપારના કામકાજ માટે બેંકમાંથી ઉપાડેલા રોકડા રૂ.6.52 લાખ મળીને કુલ્લે રૂ.8,46,000ની મત્તાની ચોરી કરી ભાગી ગયા હતા.

બીજા બનાવમાં દંતેશ્વરના બજરંગનગરમાં રહેતા અને એચડીએફસી બેંકમાં નોકરી કરતા વિજયકુમાર નંદલાલ જગતાપના પરિવારજનો તારીખ 30 ઓક્ટોબરના રોજ ઘર બંધ કરીને તરસાલી ખાતે રોકાયા હતા. તે દરમિયાન 30 ઓક્ટોબરની રાત્રિથી 31 ઓક્ટોબરની વહેલી સવારના સમયગાળામાં અજાણ્યા ચોરોએ મકાનના દરવાજાનું તાળું નકુચા સાથે તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ બેડરૂમની તિજોરીનું લોકર તોડી તેમાં મુકેલા રૂ.35,285ની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રૂ.10,000 રોકડા મળી કુલ રૂ.45,285ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત, બાજુમાં આવેલ મકાન નંબર એ-56 (હરીશભાઈ રાજપૂત)ના મકાનમાં પણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

Share :

Leave a Comments