- ઈંડાની 362 ટ્રેનો ઉપયોગ કરી હેરાફેરી કરાતી હતી, ઈંડાની 362 ટ્રે, એક વાહન તથા અન્ય મળી રૂ.28.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અટલાદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વડસર રોડ પર, ખીસકોલી સર્કલ નજીક, વેલ કેર હોસ્પિટલ સામે જાહેર રોડ પર રનીંગ રેઈડ હાથ ધરી હતી.
આ રેઈડ દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની આશરે 177 પેટીઓ (કુલ 5,256 બોટલ) જપ્ત કરી છે, જેની કિંમત રૂ.23,08,560/- થાય છે. દારૂના આ જથ્થાને છુપાવવા માટે ઉપયોગમાં લેવાયેલ ઈંડાની 362 ટ્રે, એક વાહન તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ. 28,18,810/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
ઘટનાસ્થળેથી પોલીસે એક આરોપી મહેન્દ્ર ઘેવરરામ બિશ્નોઈ (રહે. પડીયલ, જિલ્લો ફલોદી, રાજસ્થાન) ની અટકાયત કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 08 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વોન્ટેડ આરોપીઓમાં દારૂ સપ્લાય કરનાર, વાહન માલિક (મહિન્દ્રા બોલેરો પીક-અપ નં. GJ-05-CU-7528), ફાસ્ટેગ ધારક અને વડોદરામાં દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઈસમોનો સમાવેશ થાય છે.


