- નદીમાં પથ્થર પર ચઢી જીવ બચાવવાનો પ્રયાસ કરતો યુવક મગરોના જોખમ વચ્ચે ફસાયો હતો, આડી સીડીની મદદથી જવાનો બહાર લાવ્યા
વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં આજે સવારે વિશ્વામિત્રી નદીમાં કુદેલા એક યુવકનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મહાકાળી નગર નજીક એક યુવક નદીમાં પડ્યો હોવાની તેમજ થોડીવાર બાદ એક પથ્થર ઉપર ચડી ગયો હોવાની વિગતોને પગલે લોકોના ટોળા જામ્યા હતા.
બનાવની જાહેરાત ફાયર બ્રિગેડને કરાતા દાંડિયા બજારની ટીમ દ્વારા આડી સીડી મૂકીને યુવકનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ યુવક જ્યાં પડ્યો હતો તે વિસ્તારમાં મગર મોટી સંખ્યામાં હોય છે. જેથી યુવકની જાન જોખમમાં હતી. સદનસીબે ખરા સમયે મદદ મળી રહેતા યુવકનો જીવ બચી ગયો હતો. યુવકે કયા કારણસર આ કૃત્ય કર્યું તેની ચોક્કસ વિગત જાણવા મળી નથી પરંતુ ગ્રૃહ પ્લેશને કારણે આ કૃત્ય આજની હોવાનું ચર્ચા રહ્યું છે.


