ગણપતિ મહોત્સવમાં મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે 5 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

MailVadodara.com - Western-Railway-to-run-5-special-trains-to-meet-passenger-rush-during-Ganpati-festival

- વડોદરા-રત્નાગીરી સ્પેશિયલ મંગળવારે વડોદરાથી સવારે 11.15 કલાકે ઉપડી બીજા દિવસે રાત્રે 12.30 કલાકે રત્નાગીરી પહોંચશે, આ ટ્રેન 26 ઓગસ્ટ અને 2 સપ્ટેમ્બરના રોજ દોડશે

ગણપતિ મહોત્સવ દરમ્યાન વધારાના ઘસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર 5 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન કરાયું છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા પ્રમાણે, ટ્રેન નં. 09011/09012 મુંબઈ સેન્ટ્રલ-ઠોકુર સ્પેશિયલ, ટ્રેન નં. 09019/09020 મુંબઈ સેન્ટ્રલ-સાવંત વાડી રોડ, ટ્રેન નં. 09015/09016 બાંદ્રા ટર્મિનસ-રત્નાગીરી સાપ્તાહિક સ્પેશિયલ, ટ્રેન નં. 09114/ 09113 વડોદરા-રત્નાગીરી સાપ્તાહિક સ્પેશિયલ, ટ્રેન નં. 09110/09109 વિશ્વામિત્રી-રત્નાગીરી સ્પેશિયલ ટ્રેન દોડાવશે. વડોદરા-રત્નાગીરી સ્પેશિયલ મંગળવારે વડોદરાથી સવારે 11.15 કલાકે ઉપડશે. અને બીજા દિવસે રાત્રે 12.30 કલાકે રત્નાગીરી પહોંચશે. આ ટ્રેન 26 ઓગસ્ટ અને 2 સપ્ટેમ્બરના રોજ દોડશે. 

તેવી જ રીતે રત્નાગીરી વડોદરા સ્પેશિયલ બુધવારે રત્નાગીરીથી બપોરે 1.30 કલાકે ઉપડી સવારે 5.30 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન 27 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બરના રોજ દોડશે. જ્યારે વિશ્વામિત્રી-રત્નાગીરી સ્પેશિયલ બુધવાર અને શનિવારે સવારે 10 કલાકે વિશ્વામિત્રીથી ઉપડશે. અને બીજા દિવસે રાત્રે 12.30 કલાકે રત્નાગીરી પહોંચશે. આ ટ્રેન 23 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધી ચાલશે.

તેવી જ રીતે રત્નાગીરી-વિશ્વામિત્રી સ્પેશિયલ રવિવાર અને ગુરુવારે રત્નાગીરીથી બપોરે 1.30 કલાકે ઉપડશે. અને વહેલી સવારે 5.30 કલાકે વિશ્વામિત્રી પહોંચશે. આ ટ્રેન 24 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ બંને ટ્રેનો આ ટ્રેન ભરૂચ, સુરત, વલસાડ, વાપી, પાલઘર, વસઈ રોડ, ભિવંડી રોડ, સાવરદા સહિતના સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

Share :

Leave a Comments