ભાયલીમાં યુકો બેંકના એટીએમમાં આગ, કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી

મધરાતે એટીએમમાં આગથી દોડધામ

MailVadodara.com - Fire-at-UCO-Bank-ATM-in-Bhayli-police-have-launched-an-investigation-to-determine-the-cause

- ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી, એટીએમને ભારે નુકસાન થયું, રોકડ રકમ અંગે સ્પષ્ટતા નહીં, પોલીસે તપાસ હાથ ધરી

વડોદરાના ભાયલી વિસ્તારમાં મધરાત બાદ એટીએમમાં આગ લાગવાનું બનાવ બનતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

વડોદરાના જુના પાદરા રોડ પર ભાયલી રેલવે સ્ટેશન નજીક બાનકો કંપનીની સામે આવેલા યુકો બેન્કના એટીએમમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ આંગણે કારણે એટીએમ ને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા ફાયર બ્રિગેડની ટીમે આગ કાબુમાં લીધી હતી. પોલીસે આગ લાગવાના કારણ બાબતે તપાસ હાથ ધરી છે. આગનું કારણ શોર્ટ સર્કિટ છે કે પછી કોઈ કે અટકચાળું કર્યું છે તે તપાસનો વિષય બન્યો છે. એટીએમમાં મૂકેલી રોકડ રકમ બાબતે પણ હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Share :

Leave a Comments