પાણીગેટ, ગાજરાવાડી અને લાલબાગ ટાંકી વિસ્તારોમાં વીજ શટડાઉનને કારણે પાણી પુરવઠો પ્રભાવિત થશે

MGVCL દ્વારા આવતીકાલે 29 જાન્યુઆરી, ગુરુવારના રોજ પાવર શટડાઉનની અસર પડશે

MailVadodara.com - Water-supply-will-be-affected-due-to-power-shutdown-in-Panigate-Gajarawadi-and-Lalbagh-Tank-areas

 - વીજ શટડાઉનને કારણે પાણીના સમયમાં ફેરફાર, અનેક વિસ્તારોમાં લો-પ્રેશરથી પાણી મળવાની શક્યતા, વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સહકાર આપવા અપીલ

વડોદરા શહેરના પાણીગેટ, ગાજરાવાડી અને લાલબાગ ટાંકી વિસ્તારના રહીશો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. MGVCL દ્વારા આગામી 29 જાન્યુઆરી, 2026ને ગુરુવારના રોજ જાહેર કરવામાં આવેલા પાવર શટડાઉનને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો પ્રભાવિત થશે.

આજરોજ જાહેર કરવામાં આવેલા પાવર શટડાઉનના કારણે પાણીગેટ અને ગાજરાવાડી ટાંકી હેઠળના વિસ્તારોમાં સવારે 6થી 8.30 દરમિયાન પાણી મેળવતા વિસ્તારોમાં, સવારે 5થી 5.30 શહેર વાડી વિસ્તાર, પાણીગેટથી માંડવી, મેમણ કોલોની, આજવા રોડ મહાવીર ચાર રસ્તા સુધી, અમન સોસાયટી, કોટયાર્ક નગર, ગોવિંદસવ પાર્ક, બાવચાવાડ, જૂની વોર્ડ-9 ઓફિસ વગેરેમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ સાથે શહેરના એમ.જી.રોડથી પથ્થર ગેટ તરફનો વિસ્તાર, ઘડિયાળી પોળ, બરાનપુરાથી માર્કેટ ચાર રસ્તા સુધીના વિસ્તારમાં સવારે 5.50થી 6.40 અને કિશનવાડી ગધેડા માર્કેટ, નવજીવન, ગુ.હા. બોર્ડ, રાવપુરા વિસ્તારમાં સવારે 6.30થી 7 વાગ્યા સુધી પાણી પુરવઠો વિતરણ કરવામાં આવશે.શટડાઉન પૂર્ણ થયા બાદ સાંજના સમયે આ વિસ્તારોમાં પાણી કાપ અથવા લો-પ્રેશર (હળવા દબાણ)થી પાણી મળવાની શક્યતા છે. જેથી આ જરૂરી ફેરફારોને ધ્યાનમાં લઈ પાણીનો સંગ્રહ કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

બીજી તરફ શહેરના લાલબાગ ટાંકી ખાતે સવારે 6થી 10 દરમિયાન વીજ પુરવઠો બંધ રહેવાને કારણે પમ્પિંગ મશીનરી ચલાવી શકાશે નહીં. જેના કારણે S.R.P.F પોલીસ લાઈન અને નવાપુરા વિસ્તારમાં સવારે 7થી 8 દરમિયાન પાણી મળશે. જ્યારે સિંધવાઈ માતા, લાલબાગ કુંભારવાડા, ડેરી અને મકરપુરા વિસ્તારમાં સવારે 8.30થી 930 દરમિયાન પાણી મળશે. આ વિસ્તારોમાં પણ પાણી વિલંબથી અને ઓછા દબાણથી આવવાની શક્યતા હોવાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

Share :

Leave a Comments