જૂનીગઢીમાં થયેલા તોફાનમાં સંડોવાયેલા અન્ય આરોપીને પકડવા વીડિયો ફૂટેજની ચકાસણી

ગત શુક્રવારની રાતે ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટના પગલે ટોળાએ પથ્થરમારો કર્યો હતો

MailVadodara.com - Video-footage-being-examined-to-arrest-another-accused-involved-in-the-riots-in-Junagari

- પથ્થરમારામાં પોલીસ જવાન સહિત બે ને ઇજાઓ પહોંચી હતી, આ ગુનામાં પોલીસે 56 તોફાનીઓને ઝડપી પાડયા હતા, જે પૈકી 3 આરોપીઓના પોલીસે બે દિવસના રિમાન્ડ લીધા

જૂનીગઢી વિસ્તારમાં થયેલા તોફાનમાં  પોલીસે ત્રણ આરોપીઓના બે દિવસના રિમાન્ડ લીધા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓેને ઝડપી પાડવા માટે પોલીસે વીડિયો  ફૂટેજના આધારે તપાસ  હાથ ધરી છે.

શુક્રવારની રાતે ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટના પગલે ટોળું ભેગું થયું હતું. સિટિ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને ટોળાએ નારાબાજી શરૂ કરી હતી. ત્રણ આરોપીઓને ટોળાની ઉશ્કેરણી કરતા ટોળાએ જૂનીગઢી વિસ્તારમાં જઇ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં પોલીસ જવાન સહિત બે ને ઇજાઓ પહોંચી હતી. આ ગુનામાં પોલીસે ૫૬ તોફાનીઓને ઝડપી પાડયા હતા. જે પૈકી ત્રણ આરોપીઓના પોલીસે બે દિવસના રિમાન્ડ લીધા છે. આરોપીઓ અન્ય કોઇ ગુનાઇત પ્રવૃત્તિને અંજામ આપવાના હોવાની શંકાના આધારે પોલીસે તેઓની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ વીડિયો ફૂટેજની ચકાસણી કરી રહી છે. જેના આધારે પોલીસ ચાર શકમંદને લઇ આવી છે.

Share :

Leave a Comments