મુંબઈ-અમદાવાદ હાઇવે પર બે લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા બે વ્યક્તિઓના મોત, 15થી વધુ લોકો ઘાયલ

કરજણના લાકોદરા પાટિયા નજીક હાઇવે પર લક્ઝરી બસમાં પાછળથી આવતી અન્ય બસ ભટકાઇ

MailVadodara.com - Two-people-died-more-than-15-people-were-injured-when-two-luxury-buses-collided-head-on-on-the-Mumbai-Ahmedabad-highway

- મૃતકોને હાઇડ્રોલિક સાધનોનો ઉપયોગ કરી પતરા કાપીને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતાં

- હાલ તમામ ઇજાગ્રતોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા


મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 ઉપર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લાકોદરા પાટિયા નજીક બે ખાનગી બસો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોને હાઇડ્રોલિક સાધનોનો ઉપયોગ કરી પતરા કાપીને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતાં. હાલ તમામ ઇજાગ્રતોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર એક લક્ઝરી બસમાં પાછળથી આવતી અન્ય બસ ભટકાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના સુરતથી રાજકોટ તરફ જતી બસો વચ્ચે બની હતી. અકસ્માત બાદ ઘાયલોને તાત્કાલિક ટોલ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ અને બચાવ ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ ઘટનાને કારણે હાઇવે ઉપર થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.


અકસ્માતની જાણ કરજણ ફાયર વિભાગને થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાછળની બસમાં કંડક્ટરની સીટ પર બેસેલ વ્યક્તિ અને બીજી બસમાં રહેલ એક મહિલાને હાઇડ્રોલિક સાધનોનો ઉપયોગ કરી પતરા કાપી રેસ્ક્યૂ કર્યા હતા. પાછળની બસમાં કંડક્ટર સીટ પર બેસેલી વ્યક્તિ તેમજ આગળની બસમાં રહેલ મહિલાનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. તેમજ અંદાજિત 15 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

ઘટનાની જાણ થતા કરજણ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. સાથે ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments