- મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને વડોદરા-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં વાસદ-રણોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 25 જૂન 2025ના રોજ 11.15 કલાકથી 16.45 કલાક સુધી 5.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. જેના કારણે વડોદરા મંડળમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જે નીચે મુજબ છે.
સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેન
- 25 જૂન, 2025ની ટ્રેન સંખ્યા 19036 મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.
- 25 જૂન, 2025ની ટ્રેન સંખ્યા 19035 વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.
- 25 જૂન, 2025ની ટ્રેન સંખ્યા 12930 વડોદરા-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે. આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન
- 25 જૂન, 2025ની ટ્રેન સંખ્યા 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રિશિડયુલ/રેગ્યુલેટ થનારી ટ્રેનો
- 25 જૂન, 2025ની ટ્રેન સંખ્યા 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 30 મિનિટ રિશિડયુલ રહશે.
- 25 જૂન, 2025ની ટ્રેન સંખ્યા 16533 ભગત કી કોઠી-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ 55 મિનિટ રેગ્યુલેટ રહશે
- 25 જૂન, 2025ની ટ્રેન સંખ્યા 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ રહશે.
- 25 જૂન, 2025ની ટ્રેન સંખ્યા 20626 ભગત કી કોઠી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ રહશે.
યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરે.ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતીમાટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.


