દરબાર ચોકડી પાસે પાણીની લાઈનમાં મસમોટું ભંગાણ સર્જાતાં હજારો લિટર પાણીનો વેડફાટ

બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ તંત્રને જાણ કરવાના 5 કલાક બાદ પણ ભંગાણ રીપેર ન કરાયું!

MailVadodara.com - Thousands-of-liters-of-water-wasted-due-to-a-major-rupture-in-the-water-line-near-Darbar-Chowkdi

- હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વાળી જગ્યાએ ખાડા ખોદી નંખાયા બાદ પુરાણ કરેલો કાચો રસ્તો ધોવાતા વાહનચાલકો આ રસ્તેથી પસાર થઈ શકે તેવી કોઈ જ સ્થિતિ ન રહી!


વડોદરા શહેરમાં લોકોને એક તરફ પીવાનું પૂરતા પ્રમાણમાં પાણી તંત્ર દ્વારા આપી શકાતું નથી ત્યારે દક્ષિણ વિસ્તારના માંજલપુર ખાતે દરબાર ચોકડી પાસે આજે વહેલી સવારે પાણીમાં મસમોટું ભંગાણ સર્જાતા હજારો લિટર પીવાનું પાણી વેડફાઈ ગયું છે. આ ઉપરાંત હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વાળી જગ્યાએ જ ખાડા ખોદી નંખાયા બાદ પુરાણ કરેલો કાચો રસ્તો ધોવાઈ જતા વાહનચાલકો આ રસ્તેથી પસાર થઈ શકે તેવી કોઈ જ સ્થિતિ રહી નથી. જોકે હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ પાલિકા તંત્રને આ અંગે જાણ કરી હોવાના પાંચ કલાક બાદ પણ હજી સુધી ભંગાણ રીપેર થયું નથી. 


ઉલ્લેખનીય છે કે માંજલપુરની દરબાર ચોકડી પાસેથી હાઈસ્પીડ ટ્રેનની લાઈન વડસર બ્રિજ પાસે થઈને પસાર થાય છે. પરંતુ દરબાર ચોકડી પાસે અગાઉ પાલિકા તંત્ર દ્વારા અગાઉ કામગીરી અંગે આ રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ સાંધા કરીને ખાડાનું એનકેન પુરાણ કરી દેવામાં આવ્યું હતું. પર જ્યારે બીજી બાજુ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા જ હજી સુધી માત્ર પાંચ ઇંચ જેટલું સીઝનનું પાણી પડ્યું છે ત્યારે આ પુરાણ કરાયેલા ખાડાથી બનાવેલો રસ્તો આ પાણીની લાઇનના ભંગાણના કારણે બેસી જતા તળાવ જેવું દ્રશ્ય સર્જાઈ ગયું હતું.


દરબાર ચોકડીથી વડસર બ્રિજ પાસેથી હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આ પાણી ભંગારની બાબતે હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ પાલિકા સત્તાધીશોને પાણી ભંગાણ બાબતે જાણ કરી હતી. પરંતુ હજી સુધી આ આ રીપેરીંગ કરવા બાબતે પાલિકા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે બીજી બાજુ આ રસ્તો બેસી જવાના કારણે વાહનચાલકો પણ આ રસ્તેથી પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી.

Share :

Leave a Comments