સમાને ખોડિયારનગર સાથે જોડતા કેનાલ પરનો બ્રિજ ખુલ્લો મૂકાયો નથી અને રોડ બંને બાજુ બેસી ગયો

હલકી કામગીરી ખુલ્લી પડી ગયા બાદ સ્થાયી સમિતિના ચેરમેન પણ સ્થળ પર દોડી ગયા

MailVadodara.com - The-bridge-over-the-canal-connecting-Saman-to-Khodiyarnagar-has-not-been-opened-and-the-road-has-subsided-on-both-sides

વડોદરામાં ગઇકાલે પડેલા ધોધમાર વરસાદમાં કોર્પોરેશન દ્વારા કરાયેલી વિવિધ વિસ્તારોની હલકી કામગીરી ખુલ્લી પડી રહી છે. સમાને છાણી તરફ જતા ખોડિયારનગરને જોડતા કેનાલ પર બનાવેલા નાળાની આજુબાજુનો બોક્સ કલવર્ટ બેસી જતા લોકોએ સ્થળ પર પહોચીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

સમાને ખોડિયારનગર સાથે જોડતા કેનાલ પરનો બ્રિજ ખુલ્લો મૂકાયો નથી અને બંને બાજુ રોડ બેસી ગયો

ઉલ્લેખનીય છે કે સમા કેનાલ પર સમાને ખોડિયારનગર સાથે જોડવા માટે પૃથ્વી સર્કલથી પોદ્દાર સ્કૂલ તરફ જવા બ્રિજ પહોળો કરવામાં આવ્યો છે. આ બ્રિજ હજી સુધી સત્તાવાર ખુલ્લો મૂકવામાં આવ્યો નથી અને બ્રિજની આગળ કાંસની બાજુમાં બોક્સ કલવર્ટ બનાવવામાં આવેલ છે. આકાર કન્સ્ટ્રક્શન નામની એજન્સીએ આ કામ રૂા.૧.૧૧ કરોડમાં કર્યું છે પરંતુ બ્રિજ શરૃ થાય તે પહેલાં જ તે સ્થળે ધોવાણ ચાલુ થઇ ગયું છે અને ખાડા પડવા લાગ્યા છે.

લોકોએ આક્ષેપ કર્યા હતા કે હજી એક મહિનો પણ નથી થયો અને રોડ ધોવાઇ ગયો છે. વરસાદ હજી એટલો બધો પડયો નથી તેમજ પૂરની સ્થિતિ પણ એવી નથી અને બંને બાજુ તિરાડો પડી ગઇ છે. હલકી કામગીરી ખુલ્લી પડી ગયા બાદ સ્થાયી સમિતિના ચેરમેન પણ સ્થળ પર દોડી ગયા હતાં.

Share :

Leave a Comments