રાવપુરા વિસ્તારમાંથી માત્ર જ 5 મિનિટમાં ટુ વ્હીલર ચોરીને અજાણ્યો શખ્સ ફરાર

રાવપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

MailVadodara.com - An-unidentified-person-fled-after-stealing-a-two-wheeler-from-the-Ravpura-area-in-just-five-minutes

શહેરમાં વાહનચોરોનો ત્રાસ વધી ગયો છે. રાવપુરા વિસ્તારમાં માત્ર ૫ મિનિટના ગાળામાં જ ટુ વ્હીલર ચોરીને આરોપી ફરાર થઇ ગયો હતો.

વારસિયા સિદ્ધિ કો.ઓ. બેંક પાસે રહેતા ૬૩ વર્ષના કનૈયાલાલ જેઠાભાઇ નૌલાણી રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે આવેલી ફૂટવેરની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. ગઇકાલે તેઓ દુકાન માલિકનું ટુ વ્હીલર લઇને સાંજે રાવપુરા જી.પી.ઓ. પાસે આવેલા કુરિયરની ઓફિસમાં કુરિયર કરવા ગયા હતા. કુરિયરની ઓફિસની બહાર ટુ વ્હીલર પાર્ક કરીને તેઓ કામ પતાવીને માત્ર ૫ મિનિટમાં જ પરત આવી ગયા હતા. તે દરમિયાન ચોર તેમનું ટુ વ્હીલર ચોરી ગયો હતો. જે અંગે રાવપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments