વડોદરામાં મહિલાના બીભત્સ ફોટા મોર્ફ કરી વાઇરલ કરનાર શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ

વડોદરામાં રહેતી મહિલાએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - man-in-Vadodara-for-morphing-and-circulating-obscene-photos-of-a-woman

- અજાણ્યા શખ્સે મહિલાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફોટા ડાઉનલોડ કરીને તેના નામે ફેક આઈડી બનાવી મહિલાના ફોટાને મોર્ફ કરી બીભત્સ તસવીરો અપલોડ કર્યા હતા

- અજાણ્યા શખ્સે મહિલાના મોર્ફ કરેલા ફોટા સગા-સંબંધીઓને પણ મોકલ્યા હતા

વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા હવે માત્ર સંપર્કનું માધ્યમ નહીં, પરંતુ સાયબર ગુનેગારો માટે મહિલાઓની પ્રતિષ્ઠા સાથે ખેલ કરવાનો હથિયાર પણ બની રહ્યું છે. શહેરમાં ફરી એકવાર અપરિણીત મહિલાના નામે ફેક સોશિયલ મીડિયા આઈડી બનાવી તેના ફોટા મોર્ફ કરીને બીભત્સ બનાવી વાઇરલ કરી તેણીને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું. ઘટનાથી વ્યથિત બનેલી મહિલાએ આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરામાં રહેતી એક 30 વર્ષીય અપરિણીત મહિલા સોશિયલ મીડિયાનો નિયમિત ઉપયોગ કરે છે. અજાણ્યા શખ્સે મહિલાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફોટા ડાઉનલોડ કરીને તેના નામે ફેક સોશિયલ મીડિયા આઈડી બનાવી હતી. ત્યારબાદ મહિલાના ફોટાને મોર્ફ કરીને બીભત્સ તસવીરો તૈયાર કરવામાં આવી અને તે તસવીરો નકલી પ્રોફાઇલ પર અપલોડ કરીને વાઇરલ કરવામાં આવી હતી.

આ કૃત્યનો હેતુ મહિલાની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો અને તેમને બદનામ કરવાનો હોવાનું જણાયું છે. વિચિત્ર માનસ ધરાવતા આ શખ્સે મહિલાના મોર્ફ કરેલા ફોટા તેમના સગા સંબંધી તથા મિત્ર વર્તુળમાં પણ મોકલી આપ્યા હતા. ત્યારે તેમના સંબંધીઓ તરફથી આ ઘટના અંગે જાણ થતાં મહિલા અને તેના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા.

અંતે મહિલાએ તેમને બદનામ કરવાનું કાવતરું ઘડનાર શખ્સ વિરુદ્ધ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાના આધારે ફેક આઈડી બનાવનાર અને મોર્ફ તસવીરો વાયરલ કરનાર આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments