- વીજ પુરવઠો બંધ કરવા અંગેની કોઈ માહિતી આરટીઓને ન કરી હોવાનો વીજ કંપની પર RTO અધિકારીનો આક્ષેપ કર્યો, લાઇટ આવતા જ કોઈ પણ અરજદાર ટેસ્ટ આપી શકશે
વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે ફરી એકવાર વીજ પુરવઠો ખોરવાતા છેલ્લા ત્રણ કલાકથી વધુ સમય સુધી ટેસ્ટ ટ્રેક બંધ થયો છે. જેથી 100થી વધુ અરજદારો હાલમાં RTO પરિસરમાં હેરાન થઈ રહ્યા છે. આગામી સમયમાં લાઇટ હજુ નહીં આવે તો વધુ અરજદારો કચેરીમાં આવશે અને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ત્યારે આ અંગે વીજ પુરવઠો બંધ કરવા અંગેની કોઈ માહિતી આરટીઓને ન કરી હોવાનો વીજ કંપની પર RTO અધિકારીએ આક્ષેપ કર્યો છે. જો લાઇટ નહીં આવે તો અરજદારોની એપાઈમેન્ટ રિશિડયુલ કરવાની ફરજ પડશે.
આ અંગે અરજદાર સોકતભાઈ યાકૂતભાઇ પટેલે જણાવ્યું હતું કે, હું તાંદલજા વિસ્તારથી આવ્યો છું. હું સવારે પોણા નવ વાગ્યાનો આવેલો છું. અહીંયા આવીને જોયું તો લાઇટ ન હતી. અગાઉથી અમને જાણ કરી ન હતી. આગળ ત્રણ કલાકમાં લાઇટ આવી જશે તેવું જણાવ્યું હતું, પરંતુ હજુ આવી નથી. હું ભાડેથી રિક્ષા ચલાવું છું અને રોજ વકરો આપી પૈસા કમાઉ છું, અહીંયા રિક્ષા લઈને આવ્યો છું.
અન્ય અરજદાર નીતિનભાઈએ જણાવ્યું હતું કે, હું નવ વાગ્યાનો અહીંયા આવ્યો છું અને લાગતું નથી કે ક્યારે લાઇટ આવશે. મારો પચીસમો નંબર છે અને ક્યારે નંબર આવશે તે ખબર પડતી નથી. અગાઉ પણ આવુ જ થયું હતું. અત્યારે ટોકન મળતું નથી ક્યારે મળશે અગાઉ પણ આવુ થયું હતું અને આજે પણ એવુંજ થયું છે. વળગાડી ટેસ્ટ આપવા આવીએ છીએ અને તેની ફી ભરીએ છીએ. એમણે હમણાં કઈ સમજાતું નથી કે લાઇટ આવશે કે નહીં.
આ અંગે RTO અધિકારી જે કે પટેલે જણાવ્યું હતું કે, આજે સવારથી જ MGVCLનું કામકાજ થઈ રહ્યું છે, જેના કારણે અત્યારે લાઇટ નથી. તેના કારણે ટેસ્ટ ટ્રેક બંધ છે. આ બાબતે અગાઉથી વીજ કંપની દ્વારા અમને જાણ કરવામાં આવેલી નથી. વીજ કંપની સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું છે કે, આ બાબતે જણાવ્યું કે બેથી ત્રણ કલાકમાં વીજ પુરવઠો થઈ જશે તેવું જણાવ્યું છે. આખો દિવસ લાઈટ બંધ રહે તેવી શક્યતાઓ ઓછી છે અને લાઇટ આવતા જ કોઈ પણ અરજદાર ટેસ્ટ આપી શકશે અને તેઓએ પરત જવાની જરૂર નથી.


