- શિવજી કી સવારી 15 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરના 3.30 વાગ્યે વાડી, રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈ રાત્રિના 10 વાગ્યે કૈલાસપુરી ખાતે સમાપ્ત થશે
- પ્રતિબંધિત રસ્તાઓ અને વૈકલ્પિક રસ્તાઓ પણ જાહેર કરવામાં આવ્યા
વડોદરા શહેરમાં મહાશિવરાત્રિ તહેવાર નિમિત્તે સત્યમ શિવમ સુંદરમ પરિવાર દ્વારા તા. 15/02/2026ના રોજ યોજાનાર શિવજી કી સવારી નિકળશે. જેને લઈને ટ્રાફિક વ્યવસ્થા અને નો-પાર્કિંગ, નો-એન્ટ્રી ઝોન જાહેર કરવા બાબતે વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જાહેરનામા અનુસાર શિવજી કી સવારીના રૂટ પર બપોરે એક વાગ્યાથી શિવજી કી સવારી પૂર્ણ થાય ત્યાં સુધીનો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. આ ઉપરાંત પ્રતિબંધિત રસ્તાઓ અને વૈકલ્પિક રસ્તાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે.

આ યાત્રા તા. 15 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરના 3.30 વાગ્યે વાડી, રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈને યાત્રા નીકળશે અને રાત્રિના 10 વાગ્યે કૈલાસપુરી ખાતે સમાપ્ત થશે. શિવજી કી સવારી વાડી રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી નિકળીને વિહાર સિનેમા ચાર રસ્તા (જમણે વળી) નાની શાક માર્કેટ ચોખંડી ચાર રસ્તા ગેંડીગેટ દરવાજા માંડવી (ડાબે વળી) એમ.જી. રોડ લહેરીપુરા દરવાજો લાલકોર્ટ બિલ્ડિંગ ત્રણ રસ્તા (ડાબે વળી) વીર ભગતસિંહ ચોક સર્કલ (જમણે વળી) રાજમહેલ રોડ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા (જમણે વળી) દાંડીયાબજાર ચાર રસ્તા (જમણે વળી) ફાયર બ્રિગેડ ચાર રસ્તા (ડાબે વળી) મહારાણી સ્કૂલ ત્રણ રસ્તા (સરમથ ચોક) સુરસાગર પાળ પ્રતાપ સિનેમા (ડાબે વળી) મહાત્મા ગાંધી નગરગૃહ જયુબિલી બાગ સર્કલ (ડાબે વળી) રાવપુરા રોડ ટાવર ચાર રસ્તા કોઠી ચાર રસ્તા ફુલબારીનાકા કૈલાસપુરી ખાતે શિવજી કી સવારી પૂરી થશે.
ઉલ્લેખનીય છે કે, 15 ફેબ્રુઆરીના રોજ બપોરના 1 વાગ્યાથી યાત્રા સંપૂર્ણપણે સમાપ્ત ન થાય ત્યાં સુધી નીચે માર્ગની બંને બાજુએ તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણ નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે. 15 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરના કલાક 1 વાગ્યાથી શિવ કી સવારી શોભાયાત્રા આગળ વધશે તે મુજબ જરૂરીયાત મુજબ ટ્રાફિક ડાયવર્ઝનની કામગીરી કરવામાં આવશે. આ જાહેરનામાં માંથી શિવ કી સવારી શોભાયાત્રામાં જોડાયેલ વાહનો, બંદોબસ્તમાં રોકાયેલ પોલીસૂના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, ઇમરજન્સીમાં જતાં વાહનોને મુકિત આપવામાં આવે છે.





