- ફિઝિયોથેરાપી બિલ્ડિંગના પ્રથમ માળે 70 દર્દીઓની ક્ષમતાવાળા નવા ટ્રાન્ઝિટ વોર્ડની તૈયારીઓ શરૂ કરાઈ, NCOTમાં દર્દીઓ અને તબીબોને પડતી મુશ્કેલીઓ દૂર થશે
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં રાજ્યના આરોગ્ય સચિવની તાજેતરની મુલાકાત બાદ, તેમની સૂચનાને આધારે ઇમર્જન્સી વિભાગની બાજુમાં ફિઝિયોથેરાપી બિલ્ડિંગના પ્રથમ માળે 70 દર્દીઓની ક્ષમતાવાળા નવા ટ્રાન્ઝિટ વોર્ડની તૈયારીઓ શરૂ કરાઈ છે.

હોસ્પિટલના આરએમઓ ડૉ. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, આ વોર્ડ ઇમર્જન્સી NCOTમાં માસ કેઝ્યુઅલ્ટી દરમિયાન દર્દીઓને એક્સ-રે, રિપોર્ટ અને સારવારમાં થતી અગવડતાઓ દૂર કરશે. આ વોર્ડમાં એવા દર્દીઓને રાખવામાં આવશે, જેમને 3-4 કલાકની સારવારની જરૂર હોય અથવા અન્ય વોર્ડમાં શિફ્ટ થાય તે પહેલાં અસ્થાયી રૂપે સ્થાનાંતરિત કરવામાં આવશે. આનાથી NCOTમાં દર્દીઓનો ભરાવો ઘટશે અને તબીબોને સારવારમાં સરળતા રહેશે.
આ ટ્રાન્ઝિટ વોર્ડનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તે દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ જશે, જેનાથી ઇમર્જન્સી સેવાઓમાં નોંધપાત્ર સુધારો થશે.


