એમ.એસ. યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં બાયોમેટ્રિક હાજરી શરૂ કરવાનો નિર્ણયનો NSUI દ્વારા ભારે વિરોધ

MSUમાં આવેદનપત્ર આપીને બાર કાઉન્સિલના નિયમ સામે વિરોધ

MailVadodara.com - NSUI-strongly-opposes-decision-to-introduce-biometric-attendance-in-MS-Universitys-Law-Faculty

- નિયમને તાત્કાલિક રદ નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી

યુનિવર્સિટીની લૉ ફેકલ્ટીમાં આગામી દિવસોમાં બાયોમેટ્રિક હાજરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટીમાં પહેલેથી જ સ્ટાફ માટે બાયોમેટ્રિક હાજરીની સિસ્ટમ અમલમાં છે, પરંતુ ઘણા શિક્ષકો અને પ્રોફેસરો આ નિયમોનું પાલન કરતા નથી અને તેમ છતાં તેમના પગારમાં કોઈ ઘટાડો થતો નથી.

આ નવી બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ વિદ્યાર્થીઓ માટે લાગુ કરવાના નિર્ણયથી અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે યુનિવર્સિટીએ આ નિર્ણય પર પૂરતો વિચાર કર્યા વિના નિર્ણય લીધો છે. જોકે, આ ટેક્નોલોજીના ઉપયોગથી હાજરીની પ્રક્રિયા વધુ પારદર્શક અને કાર્યક્ષમ બની શકે છે, પરંતુ વિદ્યાર્થીઓને આ નિયમથી થનારી સંભવિત અગવડતાને ધ્યાને લેવામાં આવી નથી. નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)એ આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. NSUIએ યુનિવર્સિટી પ્રશાસનને ચેતવણી આપી છે કે જો આ નિયમને તાત્કાલિક રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ અંગે NSUIના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ માટે એક નવું તીગડમ ચાલુ થવા જઈ રહ્યું છે, જે છે બાયોમેટ્રિક એટેન્ડન્સ. તમે સૌ કોઈ જાણતા હશો કે એમ. એસ. યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીઓમાં સ્ટાફ માટે બાયોમેટ્રિક એટેન્ડન્સ લગાવેલી છે અને એ કયા પ્રમાણે, કયા હિસાબથી એ ફોલો થાય છે એ તમને સૌને ખબર છે.


વધુમાં કહ્યું કે, હવે એ જ વસ્તુ વિદ્યાર્થીઓ માટે બાર કાઉન્સિલ નિયમ લાવવા જઈ રહ્યા છે, ત્યારે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. હું બાર કાઉન્સિલને કહેવા માંગીશ, શું તમને એમ.એસ. યુનિવર્સિટી પર ભરોસો નથી? તમને એમ.એસ. યુનિવર્સિટી પર ટ્રસ્ટ નથી? અહીંયાની જે એટેન્ડન્સની જે વસ્તુ હતી, જે પ્રક્રિયા હતી, જે વર્ષોથી અહીંયા ચાલતી આવતી હતી, હવે એમના પર તમને ભરોસો નથી રહ્યો?

તેને કહ્યું કે, આપણી લો ફેકલ્ટીનો ગુજરાત લેવલે બીજા નંબર પર સ્થાન છે અને ઇન્ડિયા લેવલે 17મો ક્રમાંક આવે છે. એટલે અમને એમ.એસ. યુનિવર્સિટીની લો ફેકલ્ટી પર ખૂબ ગર્વ છે. અને જ્યારે કોઈ આવી અમારી ફેકલ્ટી પર આંગળી ચીંધશે, તો એન.એસ.યુ.આઇ. એ ચલાવી નહીં લે. એ બાર કાઉન્સિલ હોય કે અન્ય કોઈ પણ કાઉન્સિલ હોય, તેના સામે એન.એસ.યુ.આઇ. લડશે. અને આ વસ્તુ જે બાયોમેટ્રિક જે વિદ્યાર્થીઓ માટે લાવવા જઈ રહ્યા છે, તેને એન.એસ.યુ.આઇ. વિરોધ કરે છે. અને આવનારા દિવસમાં આ વસ્તુનું નિરાકરણ નહીં આવે, તો એન.એસ.યુ.આઇ. ખૂબ મોટા ઉગ્ર આંદોલન યુનિવર્સિટીની લો ફેકલ્ટી ખાતે કરશે. અને આ જે બાર કાઉન્સિલનો નિયમ છે, વિદ્યાર્થી વિરુદ્ધ નિયમ છે, તેના સામે લડાશે.

આ અંગે લો ફેકલ્ટીના ડીન ડૉ. અર્ચના ગડેકરે જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા કાયદા ફેકલ્ટીનું સંચાલન કરે છે, તેથી જો બાર કાઉન્સિલના નિયમો પણ છે, જેનું પાલન બધી કોલેજોએ કરવું પડે છે. જો તમે તેનું પાલન નહીં કરો તો તેઓ અમને ડિસેફિલિએટ પણ કરી શકે છે. તેથી આ કારણોસર, તેમના જે પણ નિયમો છે, આપણે તેનું પાલન કરવું પડશે. તો તે નિયમનો એક નિયમ એ છે કે તમારે હવે હાજરી માટે બાયોમેટ્રિક્સ ઇન્સ્ટોલ કરવા જોઈએ અને સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. અને તેમણે જે ડેટા સેવ કર્યો છે તે એક વર્ષ માટે રાખવાનો રહેશે. તેથી તે જ નિયમ મુજબ, અમે તેને BLLB અને LLB માટે લાવ્યા છીએ, એટલે કે સંપૂર્ણ પ્રક્રિય હાથ ધરી છે.

વધુમાં કહ્યું કે, અમે નિયમ મુજબ બાયોમેટ્રિક્સ ઇન્સ્ટોલ કર્યું છે. અને તે ઇન્સ્ટોલેશન પછી, પ્રક્રિયા તેના રૂપરેખાંકન માટે ચાલુ રહેશે. આ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત છે. ભારતમાં કોઈપણ કોલેજની ફેકલ્ટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્ણય લેવામાં આવે છે. કેટલીક જગ્યાએ પહેલેથી જ મૂકી દીધું છે અથવા તેઓ તેને મેળવવાની પ્રક્રિયામાં છે. તો બધીજ જગ્યાએ ધીમે ધીમે ઇન્સ્ટોલ થવાના છે.

Share :

Leave a Comments