દિવાળી પૂર્વે પાલિકાની સ્થાયી સમિતિની અંતિમ બેઠક મળી, એજન્ડા પર મુકાયેલા 22 પૈકી 3 કામ મુલતવી

ભૂખી કાંસના નવા રૂટ માટે જૂના ઇજારદારને કામગીરી સોંપાઇ, વરસાદી ગટરના બે કામ મુલતવી

MailVadodara.com - Municipal-Standing-Committee-held-final-meeting-before-Diwali-postponed-3-out-of-22-agenda-items

- 35 કરોડના પ્રોજેક્ટનો ખર્ચ વધીને 52 કરોડ થવાની શક્યતા

- GSTના 5.36 ટકા વધારાથી 100 કરોડનો વધારાનો બોજ પડશે, પૂર નિયંત્રણ પ્રોજેક્ટના ખર્ચમાં 17 કરોડનો વધારો થશે

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની દિવાળી પૂર્વેની અંતિમ બેઠક મળી હતી. આ બેઠકમાં એજન્ડા ઉપર મુકાયેલા કુલ 22 કામો ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાંથી 3 કામ મુલતવી કરવામાં આવ્યા છે, 1 કામ ફેરફાર સાથે અને બાકીના કામ મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને વોર્ડ 1 અને 2ને પૂરની સ્થિતિમાંથી ઉગારવા માટે ભૂખી કાંસના રી રૂટની કામગીરી જૂના ઇજારદારને જ સોંપવાના કામને મંજૂરી આપવામાં આવી છે.

સ્થાયી સમિતિમાં ચારેય ઝોનમાં વરસાદી ગટરના કામમાં એક્સ્ટેન્શનના કામ મૂકવામાં આવ્યું હતું. 50 લાખના કામમાં 80 લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવા અંગેની દરખાસ્ત મૂકવામાં આવી હતી તો કે આ ચાર જણ તરીકે બે કામને નામંજૂર કરવામાં આવ્યા છે. દક્ષિણ ઝોનમાં કરવામાં આવનાર કામોને મુલતવી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નામ વરસાદી ગટરના કામોને મંજૂરી આપવામાં આવી છે. એજન્ડામાં એક કામ વધારાનું પણ મૂકવામાં આવ્યું હતું, જેને પણ મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના પરિપત્ર અનુસાર GST બિલ મુજબ ટેક્ષ ભરપાઈ કરવાની અમલવારી થવાથી ટેન્ડર પ્રક્રિયાના વિવિધ નાણાકીય પાસાઓના ઢાંચા ઉપર તેમજ તેને આનુષાંગિક પ્રક્રિયા ઉપર થતી અસરને ધ્યાનમાં લઈ દરખાસ્તમાં GST સ્લેબ રેટમાં થયેલ ફેરફાર સંદર્ભે સરભર કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા અને કેન્દ્ર સરકારના ડાયરેકટર જનરલ (સી.પી.ડબલ્યુ.ડી.) દ્વારા GST સંદર્ભે અનુસરવામાં આવેલ પદ્ધતિ મુજબ ઇજારદરોને 5.36% સરભર કરવામાં આવશે. મહાનગરપાલિકાએ આ ફેરફાર જે ઇજારદારો ક્લેમ કરશે તેઓને પરત આપવાના રહેશે. જોકે આ દરખાસ્તના પગલે પાલિકા ઉપર અંદાજે 100 કરોડનો બોજો વધે એવી શક્યતાઓ છે. આ કામને પણ સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવ્યું છે.

શહેરમાં ગટર અને વરસાદી પાણીના નિકાલ માટેના આ બહુચર્ચિત પ્રોજેક્ટ અંતર્ગત છાણી જકાતનાકાથી નીઝામપુરા મુક્તિધામ (ફેઝ-૨) અને કેનાલથી છાણી જકાતનાકા (ફેઝ-1) સુધીના કાર્યો અગાઉ મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ સ્થાનિક રહીશોની નારાજગી તથા વિરોધને કારણે આ બંને પ્રોજેક્ટ્સ મૂળ નિર્ધારિત સ્થળો પર આગળ ધપાવવા મુશ્કેલ બન્યા છે, જેને પગલે તંત્ર દ્વારા સ્થળ ફેરફારનો નવો વિકલ્પ વિચારવામાં આવી રહ્યો છે. સ્થાયી સમિતિ દ્વારા ફેઝ-2નું કામ મેસર્સ શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રા.લિ.ને અંદાજિત રકમ રૂ. 21.66 કરોડથી 2.39% ઓછા ભાવ એટલે કે રૂ. 21,14,99,749 + GSTના ભાવપત્રકથી મંજૂર કરવામાં આવ્યું હતું.

એવી જ રીતે, ફેઝ-1 નું કામ મેસર્સ રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને અંદાજિત રકમ રૂ. 18.63 કરોડથી 1.5% ઓછા ભાવ મુજબ રૂ. 18,35,23,655 + GSTના ભાવે ફાળવવામાં આવ્યું હતું. આ કામને પુનઃ રી રૂટ કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ પ્રસ્તાવ મુજબ, નેશનલ હાઇવે 48 ને સમાંતર શહેરમાં પ્રવેશતા ભૂખી કાસને યોગ્ય સ્થાને ટ્રેપ કરીને, શહેર બાજુના 12 મીટરના પહોળા રસ્તા પર નવીન વરસાદી ચેનલ બનાવવાની કામગીરી હાથ ધરવાનું સૂચન કરાયું હતું જેને મંજૂરી આપવામાં આવી છે.

ભૂખી કાંસનું રી રૂટ કરવાની કામગીરી અગાઉ 35 કરોડમાં મંજૂર કરવામાં આવી હતી પરંતુ હવે આ કામગીરીનો રૂટ લંબાતા તે જ કામગીરી જો જૂના ભાવ પ્રમાણે કરાવવામાં આવે તો 52 કરોડમાં થાય તેવી શક્યતાઓ રહેલી છે. જનભાવના અને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, પ્રાથમિક દ્રષ્ટિએ આ નિર્ધારિત સ્થળો પર કામગીરી હાથ ધરવી અશક્ય જણાઈ રહી છે. આ સમસ્યાના વ્યવહારુ ઉકેલ માટે હવે તંત્ર દ્વારા નવો વિકલ્પ સામે લાવવામાં આવ્યો છે.

Share :

Leave a Comments