ડભોઇ વેગા ચોકડીથી વડોદરા તરફ આવતી કારમાંથી વરણામા પોલીસે 210 બિયર ટીન ઝડપી પાડ્યા

સોમા તળાવ પાસે દારૂ પહોંચાડવાનો હતો તે પહેલાં જ કાર ઝડપાઈ

MailVadodara.com - Varanama-Police-seizes-210-beer-tins-from-car-coming-from-Dabhoi-Vega-Chowk-towards-Vadodara

- દારૂ, કાર અને મોબાઈલ સહિત 83,250 રૂપિયાનો મુદ્દામાલ કબજે

- ગુરુદેવ ભીલ ઝડપાયો જ્યારે અમિત નામના શખ્સની શોધખોળ શરૂ કરી

વડોદરા ગ્રામ્યમાંથી શહેરમાં આવતી વિદેશી દારૃ ભરેલી કાર વરણામા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે દારૃ, કાર અને મોબાઇલ મળીને કુલ ૮૩,૨૫૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે

વરણામા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, સફેદ કલરની એક કારમાં વિદેશી દારૃનો જથ્થો ડભોઇ વેગા ચોકડીથી વડોદરા શહેર તરફ આવવાનો છે. જેથી, પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ કાર ઝડપી પાડી હતી. કારના ડ્રાઇવરે પોતાનું નામ ગુરૃદેવ બાબુ ઉર્ફે બાલુભાઇ ભીલ (રહે. ગુણેથા ગામ, પટેળ ફળિયું,તા.ગલતેશ્વર, જિ. નર્મદા) હોવાનું જણાવ્યું હતું. ગાડીમાં તપાસ કરતા અંદરથી બિયરના ૨૧૦ ટીન કિંમત રૃપિયા ૨૬,૨૫૦ ના મળી આવ્યા હતા. પકડાયેલા આરોપીએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશથી છૂટક છૂટક રીતે દારૃ લાવ્યો છું અને સોમા તળાવ પાસે અમિત નામના શખ્સને આપવાનો હતો. જેથી,પોલીસે દારૃ મંગાવનાર અમિતની શોધખોળ હાથ ધરી છે.

Share :

Leave a Comments