ફતેગંજમાં પ્રચાર દરમિયાન જાહેરમાં 40થી વધુ લોકોનું તલવારો સાથે શક્તિપ્રદર્શન, પોલીસ ફરિયાદની માંગ

વિશ્વામિત્રી બચાવ સમિતિના શૈલેષ અમીને તલવાર પ્રદર્શન મામલે પોલીસ ફરિયાદની માંગ કરી

MailVadodara.com - More-than-40-people-publicly-demonstrate-with-swords-during-campaign-in-Fatehganj-demand-for-police-complaint

- વડોદરામાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપાની રેલીમાં કાયદાના લીરેલીરા ઉડ્યા...!?

- ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્ય રસ્તા પર જોખમી દૃશ્યો સામે આવ્યા, `તલવારબાજી' પોલીસની હાજરીમાં જ હથિયારોનું પ્રદર્શન થતાં સુરક્ષા સામે સવાલ ઉઠ્યા

- સીસીટીવી ફૂટેજ તપાસી તલવારબાજો અને ઉમેદવારો સામે કાયદેસરની ફરિયાદ કરવા માંગ

વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરા ના એડવોકેટ શૈલેષ અમીન આ સાથે જણાવીએ છીએ કે અમે કાયદો અને વ્યવસ્થા જાળવણી, ભારતીય બંધારણ માં મળેલા નાગરીકો ના અધિકારોના રક્ષણ માટે પ્રસ્થાપિત કાયદા ને આધીન ચુંટણી પ્રક્રિયા યોજાય તે માટે બિનરાજકીય રીતે રજૂઆત કરતા આવેલા છીએ.


આજે વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન ની સામાન્ય ચુંટણી ૨૦૨૬ માટે પ્રચાર કરવાનો છેલ્લો દિવસ છે અને લગભગ તમામ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે પ્રચાર રેલી કાઢેલી છે. આ દરમ્યાન ફતેગંજ ત્રણ રસ્તા પાસે રોડ ની વચ્ચેવચ્ચ ઉભા રહી ને ૪૦ થી ૫૦ નું ટોળું ખુલ્લી તલવારો સાથે પ્રદર્શન કરી રહેલા હતા. આ તલવારો સાથે ઉભા રહેલાઓ રાજકીય પક્ષ ભાજપા ના ઉમેદવારો નું સ્વાગત પણ કરી રહેલા જણાતા હતા. મુખ્ય રોડ ની વચ્ચેવચ્ચ એક સાથે ૪૦ થી ૫૦ લોકો તલવારો નું નગ્ન પ્રદર્શન કરે જેની પોલીસ પરવાનગી લીધી કે નાં લીધી પણ વડોદરા પોલીસ માટે ખુબ શરમજનક છે.


ચુંટણી પ્રચાર માં ખુલ્લી તલવાર લઇ મુખ્ય રસ્તા પર ઉભા રહેનારા શું દર્શાવવા માંગે છે ? એક તરફ ચુંટણી જાહેર થતાજ લાયસન્સ ધરાવતા લોકો ના હથિયાર પોલીસ જમા કરાવડાવતા હોય અને બીજી તરફ મુખ્ય રોડ ઉપર ૪૦ થી ૫૦ લોકો ખુલ્લી તલવારો નું પ્રદર્શન કરે રાખે તે પોલીસ મુક પ્રેક્ષક બની જોયા કરે...? સમગ્ર પોલીસ તંત્ર અને તેમની ફરજ પ્રત્યે ની નિષ્ઠા માટે શરમજનક છે. આ ખુલ્લી તલવારો સાથે મુખ્ય રોડ ઉપર ઉભા રહેલા માંથી કેટલાય ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા હિસ્ટ્રીશીટર હશે.


પોલીસની હાજરીમાં બેરોકટોક, ખુલ્લી તલવારો સાથે ૪૦થી ૫૦ લોકો ફત્તેહગંજના મુખ્ય જાહેર રસ્તા ની વચ્ચેવચ્ચ ઉભા રહી સામસામી તલવારો ઉંચી કરી વચ્ચે થી ચુંટણી ઉમેદવારો ને પસાર કરાવી સ્વાગત કરે અને તાત્કાલિક કોઈ કાયદેસરની કાર્યવાહી કરાય નહિ તેને કેવી રીતે FREE & FAIR ગણાવશો ? 


અમારી માંગણી છે કે ફત્તેહગંજ મુખ્ય રોડ પાસે ના સીસીટીવી કેમેરા ફૂટેજ મેળવી કે અન્ય કોઈ ન્યુઝ ચેનલ માં સમાચારો પ્રદર્શિત થયેલા હોય તો તેના ફૂટેજ મેળવી ખુલ્લી તલવારો સાથે ઉભા રહેલા ૪૦ થી ૫૦ લોકો ઉપર હથિયારધારા સહીત ની કાયદેસરની કાર્યવાહી કરવી, તમામ ૪૦ થી ૫૦ લોકો એ પકડેલી તલવારો ની જપ્તી મેળવી, આવી રીતે તલવારો ના નગ્ન પ્રદર્શન માં ભાગ લેનાર ઉમેદવારો કે જેઓ સામસામી ઉંચે અડાવી રાખેલી તલવારો ની નીચેથી નીચા નમી ને પસાર થઇ ગુન્હાહિત પ્રવૃત્તિ માં સાથ આપવાનો ગુન્હો કર્યો તેની કાયદેસરની કાર્યવાહી કરાવી, ખુલ્લી તલવારો સાથે ઉભા રહેલા ૪૦ થી ૫૦ લોકો નો ગુન્હાહિત ઈતિહાસ તપાસવો, ચુંટણી દિવસે કાયદો અને વ્યવસ્થા ના ભાગ રૂપે ખુલ્લી તલવારો સાથે ઉભા રહેલા ૪૦ થી ૫૦ તમામ લોકો ને ચુંટણી દિવસે પણ રાઉન્ડ અપ કરી રાખવા માં આવે. જો આવા કાયદેસરના પગલા લેવાશે તોજ મુક્ત વાતાવરણ માં અને ન્યાયિક પ્રક્રિયાથી ચુંટણી થયેલી ગણાય, નહીતો પોલીસ અને ચુંટણીતંત્ર બન્નેવ પક્ષપાતી વલણ અપનાવી વડોદરા કોર્પોરેશન ની સામાન્ય ચુંટણી ૨૦૨૬ યોજી રહેલા ગણાશે.

Share :

Leave a Comments