- વર્ષ 2022થી 2024 દરમિયાન બોગસ ફોર્મ અને દસ્તાવેજો રજૂ કરાયા હતા, કેવિન કિશોરભાઈ કરકર સામે સમા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો છે
વડોદરામાં રણોલીની બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી રૂ.3.47 કરોડની લોન લઈ છેતરપિંડી કરવાના બનાવમાં ફરાર માસ્ટરમાઈન્ડને પોલીસે અડાલજ ખાતેથી ઝડપી પાડ્યો છે.
જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં વર્ષ 2022 થી 2024 દરમિયાન બોગસ ફોર્મ તેમજ બોગસ ડોક્યુમેન્ટ બનાવી 3.47 કરોડની લોન લેવાના પ્રકરણમાં કેવિન કિશોરભાઈ કરકર (રહે. પિંકલ એપાર્ટમેન્ટ, શાંતિ કુંજ 2, માંજલપુર, વડોદરા) ને લાંબા સમયથી પોલીસ શોધી રહી હતી. આરોપી સામે સમા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો હતો.
આરોપી હાલમાં ગાંધીનગરના અડાલજ ખાતે આવેલી અંબા ટાઉનશિપમાં રોકાયો હોવાની વિગતો મળતા પોલીસે દરોડો પાડી તેને દબોચી લીધો છે.


