પાણીગેટ બાવચાવાડમાંથી અને છાણી બ્રિજ પાસે 208 બોટલ દારૂ સાથે બે આરોપી ઝડપાયા, સપ્લાયર વોન્ટેડ

શહેરમાં બે અલગ અલગ સ્થળોએથી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

MailVadodara.com - Two-accused-apprehended-with-208-bottles-of-liquor-in-Panigate-Bavchawad-and-near-Chhani-Bridge-supplier-wanted

- પોલીસે કુલ 49 હજારનો મુદ્દામાલ કબજે કર્યો, નિશાંત ઉર્ફે ભોટીયો ભટ્ટ અને સુરજીતસિંગ દૂધાણી ઝડપાયા જ્યારે પીયૂષ વાઘેલા વોન્ટેડ જાહેર થયો
પાણીગેટ બાવચાવાડ અને છાણી બ્રિજ પાસેથી બે આરોપીને પોલીસે દારૂની ૨૦૮ બોટલ કિંમત રૂપિયા ૪૯ હજાર સાથે ઝડપી પાડયા છે.
પાણીગેટ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પાણીગેટ બાવચાવાડ પાસે આવતા એક શખ્સ કાપડની વજનદાર થેલી લઇને જતો હોઇ તેને રોકી તપાસ કરતા તેની પાસેથી દારૂની ૩૦ બોટલ કિંમત રૂપિયા ૯ હજારની મળી આવી હતી. જેથી, પોલીસે આરોપી નિશાંત ઉર્ફે ભોટીયો ગોપાલભાઇ ભટ્ટ, ઉં.વ.૩૪ (રહે. સ્લમ ક્વાટર્સ, બાવચાવાડ, પાણીગેટ)ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક કેસની વિગત એવી છે કે, પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, છાણી બ્રિજ પાસે માધવ પાર્ક સોસાયટીમાં રહેતો સુરજીતસિંગ ઉર્ફે સુખી જરનેલસિંગ દૂધાણી પોતાના મકાનમાં દારૃનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા સુરજીતસિંગ મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી દારૂની ૧૭૮ બોટલ કિંમત રૂપિયા ૪૦ હજારની કબજે કરી છે. જ્યારે દારૂ સપ્લાય કરનાર પીયૂષ વાઘેલા (રહે. નિઝામપુરા)ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

Share :

Leave a Comments