પાણીગેટની સોસાયટીના મકાનમાંથી 5.41 લાખની ચોરીનો આરોપી ઝડપાયો, ચોરાયેલો મુદ્દામાલ જપ્ત

દિવાળીમાં ઘરફોડ ચોરીઓ કરતી સિકલીગર ગેંગના સભ્ય સામે અગાઉ આઠ ગુના નોંધાયા

MailVadodara.com - Accused-in-Rs-5-41-lakh-theft-from-a-house-in-a-Panigate-society-arrested-stolen-property-seized

- મકરપુરા, તરસાલી અને વાડી વિસ્તારમાં પણ ચોરીઓ કરી હતી

- અમરસિંગ ઉર્ફે પાપે લોહરસિંગ બાવરીએ અન્ય ત્રણ સાગરીતો સાથે ગુનાને અંજામ આપ્યો હતો

દિવાળીના તહેવાર દરમિયાન શહેરના અલગ - અલગ વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરી આતંક ફેલાવતી સિકલીગર ગેંગના રીઢા આરોપીને પાણીગેટ પોલીસે ઝડપી પાડી ૫.૪૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પાણીગેટ હરિશ પેટ્રોલ પંપની સામે આવેલી સોસાયટીના મકાનમાંથી વહેલી સવારે ૫.૪૧ લાખની ચોરી થઇ હતી. જે અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.પાણીગેટ પી.આઇ. એ.બી. પટેલની સૂચના મુજબ સ્ટાફે વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરતા બે બાઇક પર ચાર લોકો શંકાસ્પદ હાલતમાં ફરતા દેખાયા હતા. ચાર પૈકીના એક આરોપી અમરસિંગ ઉર્ફે પાપે લોહરસિંગ બાવરી (રહે. જલારામ નગર ઝૂંપડપટ્ટી, ડભોઇ રોડ) હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી, પોલીસે તેને ઝડપી પાડયો હતો.

પોલીસે હાથ ધરેલી પૂછપરછ દરમિયાન અમરસિંગે તેના દાદાના દીકરા કુલદિપસિંગ તથા અન્ય બે મિત્રો સાથે મળીને ચોરી કરીહતી.ચોરીના દાગીના જલારામ વસાહતના મકાનમાં મૂક્યા છે. જેથી,પોલીસની ટીમે સ્થળ પર જઇ ૫.૪૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછ દરમિયાન મકરપુરા એરફોર્સની પ ાછળ સ્વામિ રેસિડેન્સીના મકાન, તરસાલી શાકમાર્કેટ પાસે શરદ નગર સોસાયટીના મકાન અને વાડી હનુમાનપોળના બે મકાનમાંથી ચોરી કરી હતી. આરોપી સામે અગાઉ ૮ ગુનાઓ નોંધાયા છે.

Share :

Leave a Comments