માણેજા ક્રોસિંગના ખુલ્લા મેદાનમાંથી વિદેશી દારૂ અને બીયર સાથે પોલીસે યુવકને ઝડપી પાડ્યો

રોજના 300 રૂપિયાના વેતનથી દારૂ વેચાણ માટે આપ્યો હોવાની કબૂલાત

MailVadodara.com - Police-apprehended-a-young-man-with-foreign-liquor-and-beer-in-an-open-ground-at-Maneja-Crossing

- મકરપુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન યુવક પાસેથી 24,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો, પૂછપરછમાં સન્ની ગુલાબસિંહ પાટણવડીયાએ વેચાણ માટે જથ્થો આપ્યો હોવાનું બહાર આવ્યું

વડોદરામાં મકરપુરા પોલીસે 23 નવેમ્બર, 2026ના રોજ પેટ્રોલિંગ દરમિયાન માણેજા ક્રોસીંગ નજીકના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી પાસેથી કુલ રૂ.24,500ની કિંમતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

મકરપુરા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે માણેજા ક્રોસીંગ પાસે ખુલ્લા મેદાનમાં પ્લાસ્ટિકની વજનદાર થેલી સાથે શંકાસ્પદ હાલતમાં ઊભેલા તરુણ નરેન્દ્ર જાંગીડ (ઉં.વ.21, રહે. ઈન્દિરા નગર, મકરપુરા ડેપો પાછળ, વડોદરા)ને અટકાવી તપાસ હાથ ધરી હતી. તેની પાસેની થેલીમાંથી પાસ-પરમીટ વગરની વિદેશી દારૂની વ્હિસ્કીની 68 180 મીલીના ક્વાર્ટર તેમજ બીયરના 12 ટીન મળી આવ્યા હતા.

પોલીસ પૂછપરછમાં પકડાયેલા આરોપીએ કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો સન્ની ગુલાબસિંહ પાટણવડીયા (ઉં.વ. 26, રહે. કોઠી ફળિયું, મકરપુરા ગામ)એ રોજના રૂ.૩૦૦ના વેતનથી વેચાણ માટે આપ્યો હતો.

Share :

Leave a Comments