વડોદરા જિલ્લામાં જરોદ નજીક આવેલ એનડીઆરએફ કેમ્પમાં રહેતા હેડ કોન્સ્ટેબલ તેમજ મંજુસરની એક કંપનીમાં યુવાનને છાતીમાં દુઃખાવો થતા બંનેના મોત નિપજ્યા હતાં.
મૂળ ભાવનગરના રહીશ પરંતુ હાલ જરોદીયાપુરામાં એનડીઆરએફ કેમ્પમાં રહેતા હેડ કોન્સ્ટેબલ પરેશ મનસુખ ભટ્ટ (ઉ.વ.૪૩) પોતાના ઘેર હતા ત્યારે રસોડામાં અચાનક ગભરામણ થતાં તેઓ પડી ગયા હતાં તેમને તાત્કાલિક જરોદની હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના ડોક્ટરે મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું.
આ ઉપરાંત બીજા બનાવમાં વડોદરા નજીક રતનપુરમાં શુભ રેસિડેન્સીમાં રહેતા જયદિપકુમાર ચિરંજીલાલ ગોઠવાલ (ઉ.વ.૪૧) ગઇ સાંજે મંજુસર જીઆઇડીસીની એબીપી કંપનીમાં નોકરી પર હતા ત્યારે છાતીમાં ગભરામણ તેમજ દુઃખાવો થતાં ચક્કર આવતા નીચે પડી જતા સયાજી હોસ્પિટલમાં લઇ આવતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં.


