માવઠાની આગાહી વચ્ચે કેરી, ઘઉં, મકાઇ સહિત પાકને નુકસાન થવાની ભીતિ

હવામાન વિભાગ દ્વારા માવઠાની પણ આગાહી કરવામાં આવી હતી

MailVadodara.com - Fear-of-damage-to-crops-including-mango-wheat-corn-amid-forecast-of-monsoon

વડોદરા અને છોટાઉદેપુર સહિતના સ્થળોએ આજે વરસાદ પડતાં ખેડૂતોને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે.

છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતું હોવાથી હવામાન વિભાગ દ્વારા માવઠાની પણ આગાહી કરવામાં આવી હતી. જે દરમિયાન વાઘોડિયા, છોટાઉદેપુર સહિતના કેટલાક સ્થળોએ સવારે વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે થોડીવાર બાદ વરસાદ બંધ થતાં ખેડૂતોએ રાહત અનુભવી હતી. પરંતુ હજી માવઠાંની આગાહી હોવાને કારણે કેરીના મોર ખરી પડવાનો, તેમાં જીવાત પડવાનો અને ઘઉં,મકાઇ અને દિવેલાં જેવા પાકને પણ નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે.

Share :

Leave a Comments