- શાળાઓમાં ડ્રોપઆઉટ રેટ શૂન્ય થાય તથા ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં વધુને વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તેવા પ્રયાસ કરવા સૂચન ડીઇઓએ સૂચન કર્યું
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવેશોત્સવ યોજાશે. આ સાથે આ વર્ષે સૌથી વધુ ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો છે. આગામી તારીખ 26થી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે. શાળાઓમાં ડ્રોપઆઉટ રેટ શૂન્ય થાય તથા ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં વધુને વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તેવા પ્રયાસ કરવા સૂચન ડીઇઓએ સૂચન કર્યું હતું.
આવનાર દિવસોમાં પ્રવેશોત્સવ આવી રહ્યો છે, ત્યારે વિધાર્થીઓને શાળામાં આપવામાં આવેલા પ્રવેશ અને ખાનગી સ્કૂલના આવેલા બાળકો પ્રત્યે સરકારી શાળામાં પ્રવેશ આપી અભ્યાસ કરાવવો એક ખુબ જ મોટી બાબત છે. હાલમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની 100થી વધુ સ્કૂલો હાલમાં કાર્યરત છે. આ સ્કૂલોમાં જિલ્લા શિક્ષણા અધિકારી દ્વારા પ્રવેશોત્સવ પૂર્વે જ તેની રૂપરેખા અને શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે એક મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને ડ્રોપ આઉટ રેસીયો શૂન્ય થાય સાથે જ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં વધુને વધુ વિદ્યાર્થીઓ પ્રવેશે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ અંગે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષેધ દેસાઈએ જણાવ્યું હતું કે, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં બાલવાડી, બાલવાટિકા અને ધોરણ 1થી 8માં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જેમાં બાલવાડી સાડા ત્રણ હજાર આસપાસ અને બાલવાટિકામાં સાડા ત્રણ હજાર આસપાસ આ સાથે ધોરણ એકથી આઠમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. આ વર્ષે 9 હજારથી વધુ સંખ્યા વધી છે અને હજુ એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે.
અમારી શાળાઓમાં સારામાં સારું શિક્ષણ અને સારું ઇન્ફસ્ટ્રક્ચર સાથે સારામાં સારા સિક્કો દ્વારા અભ્યાસ આપવામાં આવે છે. આ એજ સૂચવે છે કે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ખૂબ સારો અભ્યાસ થતો હોવાથી ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં આવી રહ્યા છે. આ પાછળ અમારા શિક્ષકોનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. ધોરણ 10માં પણ વિધાર્થીઓ દ્વારા 95 ટકા જેટલું પરિણામ રહ્યું છે. આ પરિણામ પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કન્યાકેળવણી, પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમ થકી વિધાર્થીઓ પ્રત્યે ધ્યાન આપવામાં આવે છે. ત્યારે આવનાર સમયમાં એની શાળાઓ કરતા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પ્રવેશ હજુ વધશે તેવી આશા છે.


