SIR પ્રક્રિયામાં ખોટી રીતે ફોર્મ નં.7થી વાંધા લેનાર તમામ લોકો સામે પોલીસ ફરિયાદ કરવાની માંગણી

ફોર્મ નં.૭ના દુરુપયોગ સામે કડક કાર્યવાહી કરવા વિશ્વામિત્રી બચાવો સમિતિની માંગ

MailVadodara.com - Demand-to-file-a-police-complaint-against-all-those-who-wrongly-objected-to-Form-No-7-in-the-SIR-process

- સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવીઝન દરમિયાન ખોટી રીતે અરજીઓ કરી મતાધિકાર છીનવવાના પ્રયાસો સામે ચૂંટણી અધિકારીઓએ કડક પગલાં ભરવા જોઈએ

વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરા ના એડવોકેટ શૈલેષ અમીન આ સાથે જણાવીએ છીએ કે અમો સ્પષ્ટ પણે માનીએ છીએ કે મતદાર યાદી નું સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવીઝન કરવું ખુબ યોગ્ય છે પરંતુ જયારે SIR પ્રક્રિયા નો કેટલાક રાજકીય લોકો દુરુપયોગ કરી ને ફોર્મ નં. ૭ ભરી, સાચા મતદારો ના નામો મતદાર યાદી માં થી દુર કરવાના પ્રયાસો કરે તે ભારતીય બંધારણીય હેઠળ ચાલતી SIR પ્રક્રિયા ને ખોરંભે પાડવા, SIR પ્રક્રિયા માટેના ચુંટણી ના અધિકારી ને ગેરમાર્ગે દોરવા, ચુંટણી તંત્ર નું કામ વધારી બોજો ઉભો કરવા અને નાગરિકો નો મતાધિકાર છીનાવવાના ગેરકાયદેસર ના પ્રયાસો ગણવા જોઈએ, અને જયારે કોઈ સાચા મતદારો ને ફોર્મ નં.૭ ભરી દુર કરવા ના પ્રયાસો કરેલા હોય તેઓ તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.

SIR પ્રક્રિયા ચાલી રહી છે અને જો કોઈ ત્રાહિત વ્યક્તિ ફોર્મ નં.૭ ભરી ને સાચા મતદાર ને યાદી માંથી દુર કરવાની ફરિયાદ અરજી કરે ત્યારે સૌથી પહેલા આવી ખોટી અરજીઓ ડમી અને ખોટા નામ, ફોન નંબર થી કરતા હોઈ શકે જેથી કોઈ પણ ફોર્મ નં.૭ ની અરજી આવે ત્યારે સૌ પ્રથમ તો અરજદારને જ રૂબરૂ બોલાવી તેની ખરાઈ કરી, અરજદાર પાસે "\ખોટી રીતે ફોર્મ ૭ નો દુરુપયોગ કરેલો હશે તો ગુન્હો બનશે તેવું નિવેદન લખાવી લઇ બાદ માં જ તે ફોર્મ નં.૭ ઉપર આગળની કાર્યવાહી કરાવી જોઈએ.  ખોટા અને બોગસ નામ થી અરજી કરનારને શોધવા પણ પોલીસ ફરિયાદ કરાવી જોઈએ. 

ભારતની દરેક ન્યાય પ્રણાલી માં જયારે કોઈ વ્યક્તિ ના અધિકાર ની સામે ફરિયાદ આવે ત્યારે જેમની ઉપર આક્ષેપ કે આરોપ છે તે વ્યક્તિ ને ફરિયાદ ની નકલ આપવાની હોય છે અને તેને આધારે જેની ઉપર આક્ષેપ કે આરોપ છે તે પોતાના જવાબ રજુ કરે છે.  આવીજ રીતે ચુંટણી વિભાગ દ્વારા હાલ ચાલી રહેલ સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવીઝન ની કામગીરી દરમ્યાન જો કોઈ ફરિયાદી ફોર્મ નં.૭ થી અરજી કરી ને અન્ય ત્રાહિત વ્યક્તિ નું નામ મતદાર યાદી માંથી દુર કરવા માંગે ત્યારે SIR કામગીરી કરતા અધિકારી એ તે ફોર્મ નં.૭ થી કોઈ પણ નું નામ કમી કરવા માંગનાર ને બોલાવી નિવેદન મેળવી, ફોર્મ નં.૭ ની નકલ જેનું પણ નામ કમી કરવા જણાવેલું હોય તેને પહોચાડ્યા વગર નામ કમી કરવાની કોઈપણ કાર્યવાહી કરવી ન્યાય ના હિત માં નથી. 

આ બાદ ચુંટણી શાખા જયારે અરજદાર ની ફોર્મ નં.૭ થી કોઈ પણ નાગરિક નું નામ દુર કરવાની અરજી ઉપર કાર્યવાહી કરે અને અરજદાર દ્વારા આપેલ ફોર્મ નં.૭ ની અરજી ખોટી નીકળે તો અરજદાર ઉપર ચુંટણી શાખા ના અધિકારી એ પોલીસ ફરિયાદ આપવી જોઈએ કે ભારત ના બંધારણ ના આર્ટીકલ ૩૨૪ થી ૩૩૧ મુજબ સ્વતંત્ર ચુંટણી કરવાની સત્તા મુજબ ચાલતી SIR ની બંધારણીય પ્રક્રિયા માં ખોટી રીતે, જાણકારી વગર, અંગત ધ્વેશભાવ રાખી, SIR પ્રક્રિયા ને વિલંબમાં, ખોરંભમાં નાખવાના પ્રયાસો કરેલા છે, તેમજ નાગરીકો ના મતાધિકાર છીનવવાના ગેરકાયદેસર પ્રયાસો કરેલા હોવાની ફરિયાદ નોધાવી, બોગસ અરજદાર ઉપર કડક ફોજદારી રાહે પોલીસ ફરિયાદ નોધાવવી.

આ ઉપરાંત જયારે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ અન્ય ભારતીય નાગરિક નો બંધારણીય મતાધિકાર રદ કરાવી, બંધારણીય મતાધિકાર થી વંચિત રાખવા ના ઈરાદે તેમનું મતદારયાદી માં થી નામ દુર કરવા ફોર્મ નં.૭ ભરેલું હોય ત્યારે SIR કામગીરી કરતા ચુંટણી વિભાગ ના અધિકારીઓ એ જેમનું નામ કમી કરવા માટે અરજી આવેલ હોય તેવા મતદાર ને તેમનું નામ દુર કરવા આવેલા ફોર્મ નં.૭ ની નકલ આપવી જોઈએ જેથી જે પણ નાગરિક નો મત રદ કરવાનો પ્રયાસ થયો હોય તે નાગરિક ને પણ કોણ તેનો મતાધિકાર છીનવવાનો પ્રયાસ કરે છે તેની જાણ થવી જરૂરી છે જેથી ખોટા આક્ષેપ કે આરોપ નો ભોગ બનનાર પણ ફોર્મ નં.૭ થી અરજી કરનાર ઉપર પોલીસ ફરિયાદ કરી શકે. 

કેટલાક રાજકીય પક્ષ ના પ્રતિનિધિઓ, પોતાના રાજકીય પક્ષ ના પ્રતિસ્પર્ધીઓ ના નામો દુર કરવા માટે ગેરકાયદેસર રીતે ફોર્મ નં.૭ નો દુરુપયોગ કરે છે જે સ્વાયત્ત ચુંટણી પંચ ની SIR પ્રક્રિયા ખોરંભે પાડવા અને સાચા ભારતીય નાગરીકો ના મતદાર યાદી માંથી 

ગેરકાયદેસર રીતે નામો કાઢવી નાખવાના પ્રયાસો કરે છે તેમની સામે સક્ષમ ચુંટણી ના અધિકારી કે કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી અમારી માંગ છે.

Share :

Leave a Comments