મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાના પ્રવાસે; વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

લોકાર્પણ, ખાતમુહૂર્ત અને વૈષ્ણવ મહોત્સવમાં હાજરી આપશે

MailVadodara.com - Chief-Minister-Bhupendra-Patel-to-visit-Vadodara-today-will-attend-various-programs

- CM આજે વડોદરા આવે તે પહેલાં વહીવટી તંત્ર અને કોર્પોરેશન દ્વારા તેઓના રૂટ પર રંગરોગાન અને સમારકામ કરવામાં આવ્યું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાના પ્રવાસે આવવાના છે, જ્યાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ વડોદરા આવે તે પહેલાં વહીવટી તંત્ર અને કોર્પોરેશન દ્વારા તેઓના રૂટ પર રંગરોગાન અને સમારકામ કરવામાં આવ્યું છે. તેઓ આજે શહેરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા એરપોર્ટથી સીધા વડોદરા જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે પધારશે. બપોરે તેઓ શહેરના ખાંડેરાવ માર્કેટ સ્થિત ગુરુદ્વારા ખાતે દર્શન માટે જશે. ત્યારબાદ તેઓ નવલખી મેદાન ખાતે યોજાઈ રહેલા ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ વડોદરા શહેરના સયાજીનગર ગૃહ, અકોટા ખાતે મહાનગરપાલિકાના આયોડજીત કાર્યક્રમમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. કાર્યક્રમ પૂર્ણ થયે વડોદરા એરપોર્ટ થઈ અમદાવાદ જવા રવાના થશે.

Share :

Leave a Comments