છાયાપુરી, બાજવા અને વિશ્વામિત્રી સ્ટેશન પર તા.21 જૂનથી 8 જુલાઈ સુધી બ્લોક; 27 ટ્રેનના રૂટ ટૂંકાવાયા

યાર્ડ રિમોડેલિંગ અને આધુનિક ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમનું કામકાજ હાથ ધરાશે

MailVadodara.com - Blocked-at-Chhayapuri-Bajwa-and-Vishwamitri-stations-from-June-21-to-July-8-Routes-of-27-trains-shortened

- રેલવે વિભાગની મુસાફરોને કોઈ પણ અસુવિધાથી બચવા માટે ઘરની બહાર નીકળતા પહેલાં સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર ટ્રેનનું સ્ટેટસ ચેક કરવા અપીલ

વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને સુરક્ષિત ટ્રેન સંચાલન માટે યાર્ડ રિમોડેલિંગ અને આધુનિક ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમનું કામકાજ હાથ ધરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કામગીરી માટે રેલવે પ્રશાસન દ્વારા આગામી 21 જૂન, 2026થી 8 જુલાઈ, 2026 સુધી ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવશે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા અનુસાર, આ મેગા બ્લોકના કારણે વડોદરા સ્ટેશન પરથી પસાર થતી અને ઉપડતી 27 જેટલી ટ્રેનો આંશિક રીતે પ્રભાવિત થશે. મુસાફરોની સુવિધા માટે આ તમામ ટ્રેનોને વડોદરાના બદલે આસપાસના સેટેલાઇટ સ્ટેશનો જેવા કે છાયાપુરી, બાજવા, વિશ્વામિત્રી, પ્રતાપનગર અને મકરપુરાથી શોર્ટ ટર્મિનેટ (રૂટ ટૂંકાવવો) અથવા શોર્ટ ઓરિજિનેટ (અડધેથી દોડાવવી) કરવામાં આવશે.

વડોદરા મંડળમાં રેલવે ટ્રેકો અને સિગ્નલિંગ સિસ્ટમને અપગ્રેડ કરવા માટે નોન-ઇન્ટરલોકિંગ (NI) કાર્ય શરૂ થઈ રહ્યું છે. મુસાફરોને સેન્ટ્રલ સ્ટેશન સુધી આવવામાં તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક સ્ટેશનો સક્રિય કરાયા છે. જે અંતર્ગત વિવિધ એક્સપ્રેસ અને મેમુ ટ્રેનો વડોદરા સુધી નહીં આવે અને તેના બદલે ફાળવેલા સ્ટેશનોથી જ ઓપરેટ થશે. રેલવે વિભાગે મુસાફરોને કોઈ પણ અસુવિધાથી બચવા માટે ઘરની બહાર નીકળતા પહેલાં સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર ટ્રેનનું સ્ટેટસ ચેક કરવા અપીલ કરી છે.

છાયાપુરી (CYI) સ્ટેશને પ્રભાવિત થનારી ટ્રેનો

- ટ્રેન નં. 19819 વડોદરાકોટા એક્સપ્રેસ (21 જૂનથી 8 જુલાઈ) વડોદરાના બદલે છાયાપુરીથી ઉપડશે (વડોદરા-છાયાપુરી વચ્ચે રદ).

- ટ્રેન નં. 19820 કોટાવડોદરા એક્સપ્રેસ (20 જૂનથી 7 જુલાઈ) છાયાપુરી સ્ટેશને જ અટકી જશે (છાયાપુરી-વડોદરા વચ્ચે રદ).

- મેમુ ટ્રેનો (69233, 69117, 69119 વડોદરા-દાહોદ) અને (69121 વડોદરા-ગોધરા) 21 જૂનથી 8 જુલાઈ સુધી વડોદરાના બદલે છાયાપુરીથી શોર્ટ ઓરિજિનેટ થશે.

- મેમુ ટ્રેનો (69122, 69118 ગોધરા-વડોદરા) અને (69120, 69234 દાહોદ-વડોદરા) 21 જૂનથી 8 જુલાઈ સુધી છાયાપુરી સ્ટેશને શોર્ટ ટર્મિનેટ થશે.

બાજવા (BJW) સ્ટેશને પ્રભાવિત થનારી ટ્રેનો

- ટ્રેન નં. 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી (21 જૂનથી 8 જુલાઈ) બાજવા સ્ટેશને ટર્મિનેટ થશે.

- ટ્રેન નં. 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી (21 જૂનથી 8 જુલાઈ) બાજવા સ્ટેશનેથી ઉપડશે.

- ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી બાજવા સ્ટેશનેથી ઉપડશે અને ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા બાજવા સ્ટેશને જર્ની પૂર્ણ કરશે.

- વટવા-વડોદરા-વટવા મેમુ ટ્રેનો ટ્રેન નં. 69101, 69115, 69113, 69107 વડોદરાના બદલે બાજવા સ્ટેશનથી ઉપડશે. જ્યારે ટ્રેન નં. 69114, 69108, 69102 વટવા-વડોદરા મેમુ બાજવા સ્ટેશને જ રોકાઈ જશે.

વિશ્વામિત્રી (VS) અને મકરપુરા (MPR) સ્ટેશને પ્રભાવિત થનારી ટ્રેનો

- ટ્રેન નં. 69109 અને 69111 સુરત-વડોદરા મેમુ 21 જૂનથી 8 જુલાઈ સુધી વડોદરા નહીં આવે, વિશ્વામિત્રી સ્ટેશને જ સફર પૂરી કરશે.

- ટ્રેન નં. 59049 વલસાડ-વડોદરા પેસેન્જર મકરપુરા સ્ટેશને શોર્ટ ટર્મિનેટ થશે.

- ટ્રેન નં. 59050 વડોદરા-વલસાડ પેસેન્જર મકરપુરા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.

આ ખાસ ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર અને આંશિક રદ

- ટ્રેન નં. 12930 વડોદરા-વલસાડ ઇન્ટરસિટી સુપરફાસ્ટ આ ટ્રેન 21 જૂનથી 8 જુલાઈ સુધી વડોદરાના બદલે બાજવા સ્ટેશનથી સાંજે 445 વાગ્યે ઉપડશે, જોકે વડોદરા સ્ટેશન પર સાંજે 1705થી 1710 સુધી 5 મિનિટનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે.

- ટ્રેન નં. 59549 વડોદરાવટવા પેસેન્જર આ ટ્રેન પ્રતાપનગર સ્ટેશનથી સવારે 540 વાગ્યે ઉપડશે અને વડોદરા સ્ટેશન પર સવારે 0625થી 0630 વાગ્યા સુધી સ્ટોપેજ કરશે. આ ટ્રેન 29 જૂન, 30 જૂન અને 1 જુલાઈ 2026 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.

Share :

Leave a Comments