વાસદ નજીક મહિસાગર નદીના બ્રિજ પરથી ઝંપલાવી 19 વર્ષના યુવકે આપઘાત કર્યો

મહિસાગર નદીના બ્રિજ પરથી ઝંપલાવ્યાની ઘટના

MailVadodara.com - 19-year-old-youth-commits-suicide-by-jumping-off-bridge-of-Mahisagar-river-near-Vasad

- બ્રિજ પર બાઇક અને મોબાઇલ મળ્યા, ફાજલપુર પાસેથી મૃતદેહ મળી આવ્યો

વાસદ નજીક મહિસાગર નદીના બ્રિજ પરથી નીચે ભૂસકો મારીને ૧૯ વર્ષના યુવકે આપઘાત કર્યો હતો. જે અંગે નંદેસરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગઇકાલે રાત્રે નેશનલ  હાઇવે પર વડોદરાથી વાસદ  તરફ જતા રોડ પર મહિસાગર નદીના  બ્રિજ પર બાઇક અને મોબાઇલ ફોન મૂકીને એક યુવકે નદીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટના નજરે જોનાર વ્યક્તિએ પોલીસ તથા સ્થાનિક તરવૈયાઓને જાણ કરી હતી. તેઓએ નદીમાં કૂદી જનાર યુવકની તપાસ કરી હતી. પરંતુ, તે મળી આવ્યો નહતો. ત્યારબાદ આજે સવારે ફરીથી શોધખોળ દરમિયાન તેનો મૃતદેહ ફાજલપુર પાસેથી મળી આવ્યો હતો.

પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મૃતક  સાવલી તાલુકાના પ્રથમપુરા ગામે રહેતો ૧૯ વર્ષનો વિજય ચંદુભાઇ ભોઇ છે. તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઇકાલે  પિતાને હમણા આવું છું. તેવું કહીને બાઇક લઇને નીકળી ગયો હતો.

Share :

Leave a Comments