નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા પછી માઇક સિસ્ટમ, લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ

પોલીસ કમિશનરે નવરાત્રિ-દશેરા દરમિયાન ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે જાહેરનામું બહાર પાડ્યું

MailVadodara.com - Ban-on-use-of-microphone-system-loudspeakers-after-12-midnight-during-Navratri

- રાત્રે 10થી 12 વાગ્યા સુધી રાસ-ગરબા અથવા અન્ય કાર્યક્રમોમાં માઇક સિસ્ટમ, લાઉડસ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે અને રાત્રે 12.00 વાગ્યા પછી સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.

વડોદરા શહેરમાં નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા પછી રાસ-ગરબા અને અન્ય કાર્યક્રમોમાં માઇક સિસ્ટમ, લાઉડસ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું વડોદરા શહેર પોલીસ કમિશનર બહાર પાડ્યું છે.

વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર નવરાત્રિ 2025 અને દશેરાના સમયગાળા દરમિયાન ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે 22/09/2025થી 02/10/2025 દરમિયાન લાગુ રહેશે. જેમાં નવરાત્રિમાં 22/09/2025 થી 01/10/2025) અને દશેરા 02/10/2025 દરમિયાન રાત્રે 10.00થી 12.00 વાગ્યા સુધી રાસ-ગરબા અથવા અન્ય કાર્યક્રમોમાં માઇક સિસ્ટમ, લાઉડસ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે અને રાત્રે 12.00 વાગ્યા પછી આવા સાધનોનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.

આ ઉપરાંત હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના વિસ્તારને "શાંત વિસ્તાર" ગણવામાં આવશે. આ વિસ્તારોમાં માઇક સિસ્ટમ, લાઉડસ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131, 134, 135, 136 હેઠળ શિક્ષાને પાત્ર થશે.વડોદરા કમિશનરેટમાં ફરજ બજાવતા અનઆર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે.

Share :

Leave a Comments