પાદરા ખાતે કાલે તા.24 ડિસેમ્બરે 283 જગ્યાઓ માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

283 કરતા વધુ જગ્યા માટે સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ કંપનીના પ્રતિનિધિ ઈન્ટરવ્યુ લેશે

MailVadodara.com - An-employment-and-apprentice-recruitment-fair-for-283-posts-will-be-held-at-Padra-tomorrow-December-24

- તા. 24/12/2025 ના રોજ સવારે 9 કલાકથી શ્રી જાનકી વલ્લભ આર્ટસ & શ્રી મનુભાઈ સી પટેલ કોમર્સ કોલેજ મુવાલ તા.પાદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

- અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર નામ નોંધણી કેમ્પ યોજવામાં આવશે

મદદનીશ નિયામક રોજગાર કચેરી તરસાલી વડોદરા તથા શ્રી જાનકી વલ્લભ આર્ટસ & શ્રી મનુભાઇ સી પટેલ કોર્મસ કોલેજ મુવાલ તેમજ ઓમ એકેડેમી પાદરાના સંયુકત ઉપક્રમે તા. 24/12/2025 ના રોજ સવારે 9 કલાકથી શ્રી જાનકી વલ્લભ આર્ટસ & શ્રી મનુભાઈ સી પટેલ કોમર્સ કોલેજ મુવાલ તા.પાદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે.

આ ભરતી મેળામાં ઓફિસ આસિસ્ટન્ટ, ડિસ્પેચ એક્ઝિક્યુટિવ, સ્ટોર્સ એક્ઝિક્યુટિવ, સેક્રેટરી કમ ડોક્યુમેન્ટ કન્ટ્રોલર, કસ્ટમર સર્વીસ ટ્રેઈની, ક્વોલિટી સોર્ટર, રિલેશનશિપ મેનેજર, આસિસ્ટનટ પરચેસ, ઓપરેટર, પ્રોડક્શન આસિસ્ન્ટ, ગેસ્ટ સર્વીસ એજ્ન્ટ, સુપરવાઇઝર, ટેલીકોલર જેવી 283 કરતા વધુ જગ્યા માટે સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ કંપનીના પ્રતિનિધિ હાજર રહીને ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેશે. ભરતી મેળામાં 12 પાસ, ગ્રેજ્યુએટ (બીકોમ/બીએ/બીબીએ) જેવી લાયકાત ધરાવતા 18થી 40 વર્ષના પુરુષ અને મહીલા ઉમેદવારો ભાગ લઈ શકશે.

ભરતી મેળામાં ઉમેદવારોને રોજગારી ઉપરાંત વિદેશ રોજગાર અને અભ્યાસ માટે સેફ લીગલ માઈગ્રેશન અંગે તેમજ પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના (PMVBRY)તેમજ સ્વરોજગાર લોન સહાય યોજના અંગે તજજ્ઞ વકતા દ્વારા માહીતી અને માર્ગદર્શન આપવામા આવશે તેમજ સરકારી ઓનલાઈન જોબ પોર્ટલ અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર નામ નોંધણી કેમ્પ યોજવામા આવશે. આ રોજગાર મેળા માટે રસ ધરાવતા ઉમેદવારોએ 5 (પાંચ) બાયોડેટા /રેઝયુમ સાથે સ્વ ખર્ચે ભરતી મેળાના સ્થળ પર હાજર રહેવાનુ રહેશે. સદર ભરતી મેળામાં આયોજન માટે અને પસંદગી પ્રક્રીયામાં ઉમેદવાર કે નોકરીદાતાએ કોઈ ફી કે ચાર્જ ચુકવવાનો નથી. તેની તમામે ખાસ નોંધ લેવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવ્યું છે.

Share :

Leave a Comments