વડોદરા ડિવિઝનમાં વિવિધ સ્ટેશનો પર ડિસેમ્બર 2025થી ત્રણ ટ્રેનોને વધારાના સ્ટોપેજ આપશે

પશ્ચિમ રેલ્વે દ્વારા પ્રાયોગિક ધોરણે ત્રણ ટ્રેનોને વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવાયો

MailVadodara.com - Additional-stoppages-to-be-given-to-three-trains-at-various-stations-in-Vadodara-division-from-December-2025

- મુસાફરોના પ્રતિસાદ અને ઓક્યુપન્સીને આધારે ટ્રેનને નિયમિત કરવા અંગે નિર્ણય લેવાશે

મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર ત્રણ ટ્રેનોને પ્રાયોગિક ધોરણે વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય આગામી ડિસેમ્બર 2025થી અમલમાં આવશે.

- ટ્રેન નં. 19019/19020 બાંદ્રા ટર્મિનસ-હરિદ્વાર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 10 ડિસેમ્બર2025થી ચાંપાનેર રોડ અને ખારસલિયા સ્ટેશનો પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવશે. ટ્રેન નંબર 19019 (બાંદ્રા ટર્મિનસ હરિદ્વાર) ચાંપાનેર રોડ પર આગમન 07.18 થશે જ્યારે પ્રસ્થાન 07.19 વાગે થશે. આ સાથે ખારસલિયા સ્ટેશન પર આગમન 07.48 અને પ્રસ્થાન 07.49 થશે.

- ટ્રેનનંબર (હરિદ્વાર બાંદ્રા ટર્મિનસ) ખારસલિયા સ્ટેશન પર આગમન 01.01, પ્રસ્થાન 01.02 થશે જ્યારે ચાંપાનેર રોડ પર આગમન 01.20, પ્રસ્થાન 01.21 વાગે થશે.

- ટ્રેન નં. 19418 અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ ટ્રેનને 1 ડિસેમ્બર, 2025થી બાજવા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવશે. જ્યાં બાજવા સ્ટેશન પર આગમન 02.27, પ્રસ્થાન 02.29 કલાકે થશે.

રેલ્વે અધિકારીઓએ જણાવ્યું કે આ સ્ટોપેજ પ્રાયોગિક ધોરણે આપવામાં આવ્યા છે અને મુસાફરોના પ્રતિસાદ અને ઓક્યુપન્સીને આધારે તેને નિયમિત કરવા અંગે નિર્ણય લેવાશે. વધુ વિગતો અને અપડેટેડ સમયપત્રક માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in અથવા NTES એપની મુલાકાત લઈ શકે છે.

Share :

Leave a Comments