વડોદરા હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASIનો ઘરે ફાંસો ખાઇ આપઘાત, આપઘાતનું કારણ અકબંધ

દંતેશ્વરમાં રહેતા 57 વર્ષીય કૃષ્ણકાંત સોરઠીયા એએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા

MailVadodara.com - ASI-on-duty-at-Vadodara-headquarters-commits-suicide-by-hanging-himself-at-home-reason-for-suicide-unknown

- પરિવાર કોઈ પ્રસંગમાં બહાર ગયો હતો તે દરમિયાન ઘટના બની, પરિવારમાં શોકનો માહોલ

વડોદરા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ જવાને ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આ બનાવ મામલે મકરપુરા પોલીસે અકસ્માતે મોત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી અનુ સોસાયટીમાં પોતાના નિવાસસ્થાને 57 વર્ષીય કૃષ્ણકાંત સોરઠીયાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. આ સમયે તેમનો પરિવાર કોઈ પ્રસંગમાં બહાર ગયો હતો. મકરપુરા પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.


આ આત્મહત્યા પોલીસ જવાને શા માટે કરો તે બાબતે હજુ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. મકરપુરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ બનાવને લઈ પોલીસ જવાનના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


આ અંગે મકરપુરા પોલીસ મથકના પી.આઈ. એ.એમ. ગોહિલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પોલીસ જવાન એ એસ આઈ તરીકે ફરજ બજાવતા હતા. બપોરે જમ્યા બાદ તેઓ પોતાના ઘરે આ પગલું ભર્યું છે. આ આત્મહત્યા પાછળ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસે તેઓનો મોબાઈલ ફોન કબજે લીધો છે. તેઓની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. હાલમાં મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે બાદમાં વધુ તપાસ કરવામાં આવશે.

Share :

Leave a Comments