માંજલપુર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા મહીસાગરના યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

આપઘાત કરનાર યુવક મુળ મહીસાગર જિલ્લાના લુણાવાડાના કડછલા વણકર ફળિયાનો રહેવાસી

MailVadodara.com - A-young-man-from-Mahisagar-living-in-a-rented-house-in-Manjalpur-area-ended-his-life-by-hanging-himself

- યુવક ખાનગી કંપનીમાં નોકરી અર્થે વડોદરા આવ્યો હતો, આત્મહત્યાનું કારણ અકબંધ

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહીસાગરના યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે માંજલપુર પોલીસે ફરિયાદ નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, આપઘાત કરનાર યુવક મુળ મહીસાગર જિલ્લાના લુણાવાડાના કડછલા વણકર ફળિયુંનો રહેવાસી છે. આ યુવકનું નામ વિમલ કાંતિભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 27) ખાનગી કંપનીમાં નોકરી અર્થે પાંચ દિવસ અગાઉ વડોદરા આવ્યો હતો.

આ યુવક શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગર પાછળ આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતો હતો અને અગમ્ય કારણોસર પોતાના ઘરના રસોડામાં ધાબાના ભાગે લટકાવેલા હૂક સાથે રસો બાંધી ફાસો ખાધેલી હાલતમાં મળી આવતા પોલીસે આ મામલે યુવકના મૃતદેહને શહેરની સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

આ મામલે તપાસ કરનાર માંજલપુર પોલીસ મથકના એ.એસ.આઈ. ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે, આ યુવકના આપઘાત અંગે માહિતી મળતા અમે ત્યાં પહોંચ્યા હતા. આ યુવક પાસેથી કોંઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ યુવકના મોત અંગે પરિવારની પૂછપરછ કરી જો કે કોઈ કઈ પણ બોલવા તૈયાર નથી. યુવકના મૃતદેહને પોસ્ટ બાદ પરિવારને સોંપવામાં આવ્યો છે.

Share :

Leave a Comments