ફતેગંજ ફ્લાયઓવર બ્રિજનો એક ભાગ 15 દિવસ અને વાઘોડિયા જંકશન રોડ 10 દિવસ બંધ રહેશે

વડોદરા પાલિકા દ્વારા 12 બ્રિજ પર રસ્તા રીસર્ફેસિંગની કામગીરી કરવાનું આયોજન હાથ ધરાયું

MailVadodara.com - A-portion-of-Fatehganj-Flyover-Bridge-will-be-closed-for-15-days-and-Waghodia-Junction-Road-for-10-days

- કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બ્રિજની બાજુમાં રહેલ સર્વિસ રોડનો ઉપયોગ કરવાનો રહેશે

- કામગીરી પૂર્ણ થયા બાદ વાહન વ્યવહાર શરૂ કરાશે, 8 બ્રિજ પર રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ફતેગંજથી પંડ્યા બ્રિજ તરફના ફતેગંજ ફ્લાયઓવર બ્રિજ ઉપર રાઇડીગ સર્ફેસીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે આગામી 15 દિવસ સુધી બ્રિજ ઉપરનો એક તરફનો રસ્તો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયા બાદ વાહન વ્યવહાર શરૂ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બ્રિજની બાજુમાં રહેલ સર્વિસ રોડની ઉપયોગ કરવાનો રહેશે.

આ સાથે શહેરમાં હાલમાં કુલ 41 હયાત બ્રિજોમાંથી પ્રાથમિકતાના આધારે અંદાજે 12 બ્રિજ પર રસ્તા રીસર્ફેસિંગની કામગીરી કરવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત જરૂરિયાત મુજબ મિલિંગ, માસ્ટિક આસ્ફાલ્ટ, રી-સરફેસિંગ તેમજ રોડ ફર્નિચર સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા કુલ 8 બ્રિજ પર રીસર્ફેસિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. હાલમાં 40 મીટર રિંગ રોડ પર આવેલા ફતેગંજ ફ્લાયઓવર બ્રિજ પર ઈ.એમ.ઈ. સર્કલથી પંડયા બ્રિજ તરફ જતા કેરેજ-વે પર અંદાજે 700 મેટ્રિક ટન હયાત સરફેસનું મિલિંગ કરી માસ્ટિક આસ્ફાલ્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે.

આ ઉપરાંત વડોદરા શહે૨ના ગોલ્ડન જંકશન, આજવા જંકશન, કપુરાઈ જંકશન, વાઘોડિયા જંકશન અને તરસાલી જંકશન પર નવીન વરસાદી ગટર (Box Culvert) નાખવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે.

આ કામગીરીની સરળતા તેમજ જરૂરિયાત મુજબ હાલના તબક્કે વાઘોડીયા જંકશન પર 20 ડિસેમ્બર 2025થી આગામી દિન-10 સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર તેમજ અવર-જવર માટે કામ પૂર્ણ થતાં સુધી સદર રસ્તો બંધ રહેશે. બાકીના જંકશન પર તબક્કા વાર કામગીરી હાથ ધરવામાં આવશે.

Share :

Leave a Comments