
શહેરના વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટ પાસે એક પૂઠ્ઠાંના ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.

શહેરના વાઘોડિયા ચોકડી નજીક આવેલા વિરાટ એસ્ટેટ ખાતે આવેલા એક પૂઠ્ઠાંના ગોડાઉનમાં આગ લાગી હતી. બનાવની જાણ થતાં પાણીગેટ ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઇ ગણતરીના કલાકોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ બાજુમાં કચરાની સફાઇ વખતે કચરો સળગાવતા ઉડેલા તણખાંને કારણે લાગી હોવાનું જાણવા મળ્યુ છે, જ્યારે ગોડાઉનમાં કેટલું નુકશાન થયું છે, તે હજી સુધી જાણી શકાયું નથી. જો કે સદનસીબે કોઇને ઇજા કે અન્ય નુકશાન થવા પામ્યું ન હતું. આ સમગ્ર મામલે પાણીગેટ ફાયરબ્રિગેડના સબ ઓફિસર વિનોદ મોહિતેએ વિસ્તૃત માહિતી આપી હતી.



