નાયબ કાર્યપાલક ઇજનેર કિર્તનભાઈ એસ. શાહનો વડોદરામાં ભાવભર્યો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

વડોદરા ખાતે નાયબ કાર્યપાલક ઇજનેરનો સ્નેહમિલન તથા નિવૃતિ વિદાય સમારોહ યોજાયો

MailVadodara.com - A-heartfelt-farewell-ceremony-was-held-in-Vadodara-for-Deputy-Executive-Engineer-Kirtanbhai-S-Shah

- રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના મધ્ય ગુજરાત ઝોન હસ્તકની નડિયાદ કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે કિર્તનભાઈ એસ. શાહે 38 વર્ષ 11 મહિના ફરજ બજાવી

- વિદાય સમારોહમાં પરિવારજનો, અધિકારીઓ અને કર્મચારીઓએ શુભેચ્છાઓ આપી


રાજય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના મધ્ય ગુજરાત ઝોન હસ્તકની નડિયાદ કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા કિર્તનભાઈ એસ. શાહની વયનિવૃત્તિ નિમિત્તે વડોદરા ખાતે સ્નેહમિલન તથા નિવૃતિ વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામક હેતલ દવે, પૂર્વ સંયુક્ત માહિતી નિયામક મહેશચંદ્ર કટારા, નાયબ માહિતી નિયામક બાબુભાઇ દેસાઈ, કિર્તનભાઈના ધર્મપત્ની સુચિતાબેન શાહ તથા પરિવારજનો, તેમજ વડોદરા જિલ્લા અને ઝોન કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કિર્તનભાઈની માહિતી ખાતાની કુલ ૩૮ વર્ષ ૧૧ મહિનાની દીર્ઘ અને નિષ્ઠાવાન સેવાકાળને બિરદાવતા તેઓની કામગીરીની સરાહના કરી, તેમની સાથે વિતાવેલા યાદગાર સ્મરણોને વાગોળ્યા હતા. આ સાથે સૌએ તેઓને સ્તિમૃભેટ અર્પણ કરી સ્વસ્થ અને પ્રવૃતિમય નિવૃત જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.


નિવૃત્તિ સમારોહ દરમિયાન કિર્તનભાઈએ પોતાના અનુભવ વહેંચતાં આજીવન વિદ્યાર્થી બની સતત શીખતા રહેવું જોઈએ, અને બદલાતા સમય સાથે પોતાને અપડેટ રાખવું અત્યંત જરૂરી છે" એમ નિખાલસભાવે જણાવ્યું હતું. તેમણે માહિતી ખાતામાં વિવિધ જિલ્લાઓમાં કરેલી કામગીરી દરમિયાન સહકર્મચારીઓ અને અધિકારીઓના મળેલા સહયોગ બદલ ભાવભર્યો આભાર વ્યક્ત કર્યો હતો. સમારોહ અંતે ઉપસ્થિત સૌએ કિર્તનભાઈના આરોગ્યમય, સુખમય અને સક્રિય નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી ભાવભર્યું વિદાયમાન આપ્યું હતું. 

વડોદરા સ્થિત પ્રાદેશિક કચેરી ખાતે યોજાયેલા વિદાય સમારોહનું સંચાલન ADI મનોજ ખેંગાર કર્યું હતું. કાર્યક્રમમાં છોટાઉદેપુરના ADI માર્ગી રાજપૂત, નાયબ કાર્યપાલક ઇજનેર સુશિલ ક્રિશ્ચિયન ઉપરાંત કચેરીના ફરજરત તથા નિવૃત્ત અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share :

Leave a Comments