પુર્વ ડે.મેયરના એક સમયના વહીવટદારે હોદ્દેદારની કેબિનમાં બેસી વહીવટ કરી નાંખ્યો..!!

અપના કામ બનતા ભાડ મેં જાયે જનતા..

MailVadodara.com - A-former-administrator-for-a-past-Deputy-Mayor-conducted-official-business-while-sitting-in-the-office-holders-cabin

- મલાઇદાર વિભાગના બે ઇન્સ્પેક્ટરોને બોલાવી અંગત સ્વાર્થનું કામ કરાવ્યું હોવાની ચર્ચા 

- આજના સમયમાં શહેરીબાવાઓને પ્રજાની સેવામાં રસ જ નથી

પુર્વ ડે. મેયરના એક સમયના વહીવટદાર અને હાલમાં કાઉન્સિલરે મલાઇદાર ગણાતાં ટાઉન પ્લાનિંગ વિભાગના બે ઇન્સ્પેક્ટરોને બોલાવી વહીવટ કરી નાંખ્યો હોવાની ચર્ચા ઉઠી છે. 


રાજકારણમાં નેતાઓની કથની અને કરણી બંનેમાં વિરોધાભાસ હોય છે. ભાગ્યે કોઈ કોઈ એવો નેતા પાકે છે જે પ્રજાના સાચા સેવક બનીને એમનો સમય પસાર કરે છે. બાકી મોટા ભાગના રાજકારણીઓ સેવાના નામે મેવા ખાવા જ રાજકારણમાં આવતાં હોય છે. તાજેતરમાં એક કાઉન્સિલરે મલાઈદાર ગણાતાં ટાઉન પ્લાનિંગ વિભાગ ના બે ઇન્સ્પેક્ટરોને એક હોદ્દેદારોની કેબિનમાં બોલાવ્યા હતા. કાઉન્સિલરે જ્યારે બે ઈન્સ્પેક્ટરોને બોલાવ્યા ત્યારે હોદ્દેદાર તેમની ઓફિસમાં હતા નહી. એટલે કે આ મહાશયે હોદ્દેદારની ઓફિસનો ગેરકાયદેસર ઉપયોગ પોતાના ખાનગી કામ માટે કર્યો હતો. હોદ્દેદારની ઓફિસમાં બે ઇન્સ્પેક્ટરોને કાઉન્સિલરે કેટલાક કાગળ અને નકશા બતાવી સૂચનાઓ આપી હોવાનું કહેવાય છે. આમ ભૂતકાળમાં વહીવટદાર રહી ચુકેલા કાઉન્સિલરે બંધ બારણે હોદ્દેદારની ઓફિસમાં વહીવટ કરી દીધો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 

શિસ્તના નામે છાશવારે ઢંઢેરો પીટતા સંગઠનના કહેવાતા આકાઓ આ વાત થી અજાણ હોય એ સ્વાભાવિક છે. જો કે આ નવી વાત નથી. પાલિકામાં અધિકારીઓ પાસે પોતાના સ્વાર્થ અને સગવડ મુજબના કામો કરાવવા એ આજના રાજકારીઓની ગળથૂથીમાં આવી ગયું છે. પ્રજાના સેવક તરીકે આવી મેવા ખાવામાં કહેવાતા શહેરીબાવાઓમાં હોડ લાગી છે ત્યારે એ મુદ્દો પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Share :

Leave a Comments