દિવાળીના તહેવારોમાં વડોદરા એસટી વિભાગ દ્વારા સેન્ટ્રલ બસ સ્ટેશનથી વધારાની 100 બસો દોડાવાશે

દિવાળીના વેકેશનમાં વતન જવા મુસાફરો માટે રોજ 100 વધારાની બસો દોડશે

MailVadodara.com - Additional-100-buses-will-be-run-from-Central-Bus-Station-by-Vadodara-ST-Division-during-Diwali-festivities

- ૪ નવેમ્બરથી શરૂ થનારી આ વ્યવસ્થા તહેવારો પૂર્ણ થતા સુધી ચાલુ રહેશે

- એકતા દિવસના કાર્યક્રમ માટે 195થી વધુ બસોની ફાળવણી કરાઈ, નિયમિત રૂટ પર બસોની સંખ્યા ઘટશે

દિવાળીના તહેવારોમાં વતન જવા નીકળતા મુસાફરોની ભીડને પહોંચી વળવા વડોદરા એસટી વિભાગ દ્વારા રોજ ૧૦૦ વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે. ૪ નવેમ્બરથી શરૃ થનારી આ વ્યવસ્થા તહેવારો પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

દિવાળીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ વતન જતાં મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોવાથી વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી વધારાની બસો દોડાવવામાં આવશે. ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ ઉપરાંત ઝાલોદ, દાહોદ, ગોધરા, સંતરામપુર અને લુણાવાડા તરફ વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે. મુસાફરોની ભીડ અને જરૃરિયાત મુજબ બસોની ફાળવણી કરાશે.

તો બીજી તરફ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ૩૧ ઓક્ટોબરે એકતાનગર ખાતે વડાપ્રધાનની હાજરીમાં યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમ માટે વિવિધ વિભાગોમાંથી ૧૯૫થી વધુ એસટી બસો ફાળવવામાં આવી હોવાથી કેટલાક નિયમિત રૃટ પર બસોની સંખ્યા ઘટશે. પરિણામે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવે તેવી શક્યતા છે.

Share :

Leave a Comments