જૂના પાદરા રોડ પર નાણાં માંગતાં કારચાલકે ગાડી દોડાવી, પિતા-પુત્ર કાર સાથે ઢસડાયા

રાત્રે દુકાનેથી ખરીદી કર્યા બાદ નાણાં ચૂકવવા મુદ્દે વિવાદ સર્જાયો

MailVadodara.com - old-Padra-Road-a-car-driver-sped-off-when-asked-for-money-a-father-and-son-were-dragged-along-with-the-vehicle

- વારસિયાના વેપારી અને પિતાને ઈજાઓ પહોંચી, કારના નંબરના આધારે પોલીસે તપાસ શરૂ કરી રહી છે

વડોદરાના જુના પાદરા રોડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે બનેલા એક બનાવવામાં પિતા પુત્રને કાર સાથે ઢસડાવાથી ઇજાઓ પહોંચી હતી. વારસિયાના હરિઓમ નગરમાં રહેતા અને મલ્હાર પોઇન્ટ ખાતે પારસ પાન નામની દુકાન ધરાવતા જય ખેરાજ મલાણીએ પોલીસને કહેવું છે તે 30મી એ રાત્રે હું મારા પિતા તેમજ મારા દાદા દુકાન પર હાજર હતા. તે વખતે રાત્રે 2.30 વાગે સિલ્વર કલરનીએ કારમાં ત્રણ યુવકો આવ્યા હતા.

આ પૈકી ડ્રાઇવરની સીટ પાસે બેઠેલો શખ્સ ઉતરીને દુકાને આવ્યો હતો અને સિગરેટના પેકેટ્સ, ચાર માવા અને પ્લાસ્ટિકના ગ્લાસ મળી રૂ.970નો સામાન ખરીદ્યો હતો. ત્યારબાદ તે કારમાં બેસી ગયો હતો. જેથી હું તેમજ મારા પિતા અનિલ મલાણી કાર પાસે ગયા હતા અને રૂપિયાની માંગણી કરી હતી. 

દુકાનદારે કહ્યું છે કે કારમાં આવેલા શખ્સો પૈસા બાબતે આનાકાની કરતા હોવાથી મેં તેમની પાસે સામાન પરત માંગ્યો હતો. પરંતુ કાર ચાલકે કાર ચાલુ કરીને દોડાવી દીધી હતી જેથી કારનો કાચ બંધ કરવા જતા મારો તેમજ મારા પિતાનો હાથ ફસાઈ ગયો હતો અને અમે બંને કાર સાથે ઢસડાયા હતા. જેને કારણે મને માથામાં તેમજ હાથે પગે તેમજ થાપાના વાગે ઈજાઓ થઈ હતી. જ્યારે મારા પિતાને માથે પગે અને કમરના ભાગે ઈજાઓ થઈ હતી. પોલીસે કાર નંબરને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments